બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / ગુજરાત / અન્ય જિલ્લા / The three Khans danced together at the Ambani pre-wedding

અનંત-રાધિકા પ્રિ-વેડિંગ / VIDEO: અંબાણી પ્રિવેડિંગમાં ત્રણેય ખાને એકસાથે કર્યો ડાન્સ, શાહરુખે કહ્યું- જય શ્રી રામ, વીડિયોઝ વાયરલ

Priyakant

Last Updated: 12:10 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anant-Radhika Pre-Wedding Latest News: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે, જેને જોવા માટે દરેક બોલિવૂડ ચાહક દિલથી જુએ છે રાહ

Anant-Radhika Pre-Wedding : જામનગરમાં અનંત-રાધિકા પ્રિ-વેડિંગમાં અડધુ બોલિવૂડ ભાગ લઈ રહ્યું છે. 1લી થી 2જી માર્ચની સાંજ ખૂબ જ સુંદર હતી. જ્યાં પહેલી રાત્રે અમેરિકન પોપ સિંગર રિહાન્નાએ પોતાના શાનદાર પરફોર્મન્સથી બધાને ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા હતા. આ દરમિયાન 2 માર્ચના રોજ કંઈક એવું બન્યું કે બધા ત્યાં જ જોઈ રહ્યા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે, જેને જોવા માટે દરેક બોલિવૂડ ચાહક દિલથી રાહ જુએ છે.

અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. આ સાથે જ શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનનું ડાન્સ પરફોર્મન્સ જોવા જેવું હતું. ઈન્ડસ્ટ્રીના ત્રણ રાજાઓને એક સાથે ડાન્સ કરતા જોવું એ કોઈ સપનાથી ઓછું નથી. આ ફંક્શનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સલમાન, શાહરૂખ અને આમિર સાઉથની ફિલ્મ RRRના ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્રણેય ખાન એક પછી એક ગીતોના સ્ટેપ્સ કરતા જોવા મળી રહ્યા છે. પહેલા સલમાન તેના ટુવાલ સ્ટેપ કરે છે. જે બાદ આમિર પોતાનું સ્ટેપ કરે છે. ત્યારબાદ શાહરૂખ ખાન પોતાનું હૂક સ્ટેપ કરતો જોવા મળે છે. અંતે, સલમાન-આમીર અને શાહરૂખ 'નાચો નાચો' ગીતના હૂક સ્ટેપ કરતા જોવા મળે છે. ત્રણેય સુપરસ્ટારનું આ પ્રદર્શન ઈતિહાસથી ઓછું નથી. આ રીતે ત્રણેય પહેલીવાર સાથે પરફોર્મ કરતા જોવા મળ્યા છે.

વધુ વાંચો : ઝુકરબર્ગ, બિલ ગેટ્સ અને ટ્રમ્પના દેશી લુકે લૂંટી લાઈમલાઇટ, બોલિવૂડ સેલેબ્સે પણ ખેંચ્યું ધ્યાન: જુઓ ગરબા નાઈટની તસવીરો

સોશિયલ મીડિયા યુઝર્સની પણ ખુશીની કોઈ સીમા નથી. દરેક વ્યક્તિ પોતાની પ્રતિક્રિયા કોમેન્ટ દ્વારા શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ત્રણેય સ્ટાર્સ છે, તેમની વચ્ચે કોઈ સ્પર્ધા નથી. અન્ય એક યુઝરે લખ્યું, એક સ્ટેજ પર ત્રણ વાઘ. તમને જણાવી દઈએ કે, બહુ ઓછા પ્રસંગો એવા હોય છે જ્યારે આ ત્રણેય સુપરસ્ટાર સાથે જોવા મળ્યા હોય. પરંતુ ત્રણેયના એકસાથે ડાન્સે ચાહકોનું દિલ ખુશ કરી દીધું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ