બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / Anant Radhika Wedding Zuckerberg, Bill Gates and Trump desi look stole the limelight, Bollywood celebs photos

અનંત-રાધિકા પ્રિ-વેડિંગ / ઝુકરબર્ગ, બિલ ગેટ્સ અને ટ્રમ્પના દેશી લુકે લૂંટી લાઈમલાઇટ, બોલિવૂડ સેલેબ્સે પણ ખેંચ્યું ધ્યાન: જુઓ ગરબા નાઈટની તસવીરો

Megha

Last Updated: 10:33 AM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ-હોલીવુડ સ્ટાર્સની સાથે સાથે વિશ્વભરની જાણીતી હસ્તીઓ પણ જામનગરમાં હાજર છે. જ્યાંથી અનેક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય સુપર ગ્રાન્ડ પ્રિ-વેડિંગ બેશ ચાલી રહી છે. પ્રી-વેડિંગ બેશના બીજા દિવસે સ્ટાર્સે પણ સારો સમય પસાર કર્યો હતો. બોલિવૂડ-હોલીવુડ સ્ટાર્સની સાથે સાથે વિશ્વભરની જાણીતી હસ્તીઓ પણ હાલમાં જામનગરમાં હાજર છે. જ્યાંથી અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે. અનંત-રાધિકાના પ્રી-વેડિંગ બેશના બીજા દિવસના સેલેબ્સ લુક્સ પણ સામે આવ્યા છે. આવો, ચાલો જોઈએ કે કેવી રીતે બોલિવૂડ સ્ટાર્સે ધૂમ મચાવી.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના બંને પુત્રો આકાશ અને અનંત અંબાણી આ ફોટામાં કેમેરા માટે પોઝ આપી રહ્યા છે. કાળા કોટમાં અનંત, લાલ બ્લેઝરમાં આકાશ અંબાણી. તો અનંતની બરાબરી પર રાધિકા મર્ચન્ટ અને આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા લાલ ગાઉનમાં જોવા મળી છે. 

કાર્યક્રમના પ્રથમ દિવસે રેહાનાનું પર્ફોર્મન્સ કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે મહેમાનોને જંગલ પ્રવાસ પર લઈ જવામાં આવ્યા હતા. આ પછી, એક ઇવેન્ટમાં, રેડ કાર્પેટ પર દેશ-વિદેશના મહેમાનો ભારતીય કપડામાં દેખાયા હતા. ખાસ કરીને માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ અને ઈવાંકા ટ્રમ્પના દેશી લુકે પણ લાઈમલાઇટ લૂંટી હતી. 

અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની રોયલ સ્ટાઈલ જોવા મળી હતી. સાથે જ કરીના-સૈફ અને કરિશ્મા કપૂરે પણ પોતાની સ્ટાઈલથી ઘણી લાઈમલાઈટ મેળવી છે. 

ઘણા ફોટો વાયરલ થયા છે જેમાં સુહાના ખાન બ્લુ કલરની સાડીમાં તો નવ્યા નંદા નવેલીનો લુક અને સારા તેંડુલકરના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

એક્ટર અર્જુન કપૂરે બ્લેક એન્ડ ગોલ્ડન વર્ક આઉટફિટમાં પોતાની ડેશિંગ સ્ટાઇલ બતાવી છે. આ સાથે જ જવાન ફેમ ડાયરેક્ટર એટલા કુમાર બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. અક્ષય કુમાર, અજય દેવગન અને તેનો ભત્રીજો અમન દેવગન, ત્રણેય બ્લેક સૂટમાં તેમના ડેશિંગ લુકને ફ્લોન્ટ કરતા જોવા મળે છે. 

વધુ વાંચો: VIDEO: અંબાણીએ ધોનીને શિખવાડ્યા દાંડિયા, ઈવાંકા ટ્રમ્પ પણ ગરબે ઘૂમી: જામનગરના વીડિયો વાયરલ

સોનાલી બેન્દ્રેએ પણ અનંત-રાધિકા પ્રી-વેડિંગ બેશમાં પોતાનો ગ્લેમરસ લુક બતાવ્યો હતો. અભિનેત્રી રાની મુખર્જીએ લાલ રંગની સાડીમાં જોવા મળી હતી. સાથે જ જ્હાન્વી કપૂર ગુલાબી રંગની સાડીમાં દેખાઈ હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ