બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / The Steel Man Of India Jamshed J Irani Passes Away At 86 In Jamshedpur

દુ:ખદ / TATA ના ડૉ.જમશેદ ઈરાનીનું 85 વર્ષની વયે નિધન, ધ સ્ટીલ મેન ઑફ ઈન્ડિયા તરીકે હતા પ્રખ્યાત

Published By: Parth

Last Updated: 09:04 AM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના બિઝનેસ ગ્રુપ ટાટાના સ્ટીલ મેન જમશેદ ઈરાનીનું નિધન

  • સોમવારે જમશેદ ઈરાનીનું નિધન 
  • ભારતના સ્ટીલ મેન તરીકે ઓળખાતા હતા 
  • ટાટા સ્ટીલ કંપનીમાં ચાર દાયકા સુધી કર્યું કામ 

ભારતમાં સ્ટીલ મેન ઑફ ઈન્ડિયા તરીકે ઓળખાતા જમશેદ જે ઈરાનીનું સોમવારે મોડી રાતે નિધન થયું છે, 85 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. ટાટા સ્ટીલ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર ઈરાની છેલ્લા છાર દાયકાથી ટાટા સ્ટીલ કંપની સાથે જોડાયેલા હતા અને વર્ષ 2011માં નિવૃત્ત થયા હતા. ટાટા સ્ટીલ કંપનીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવવામાં તેમનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો. 

ટાટા સ્ટીલ કંપનીમાં જોડાયા 
જમશેદ ઈરાનીનો જન્મ નાગપુરમાં થયો હતો અને તેમણે ત્યાં જ MSC સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને તે બાદ વધુ અભ્યાસ માટે તેઓ યુકે ગયા હતા. PHD થયા બાદ 1968માં ટાટા સ્ટીલ કંપનીમાં કામ કરવા માટે તેઓ ફરીથી ભારત આવ્યા હતા. 

અનેક કંપનીમાં રહ્યા ડિરેક્ટર 
ટાટા સ્ટીલમાં જોડાયા બાદ પોતાના કામથી તેઓએ કંપનીની સેવા કરી અને ધીમે ધીમે તેઓ ડિરેક્ટર સુધીના પદ સુધી પહોંચ્યા. વર્ષ 1981માં બોર્ડ ઑફ ડિરેક્ટરમાં સામેલ થયા અને તે બાદ ગેર કાર્યકારી ડિરેક્ટર તરીકે પણ સેવા આપી. ટાટા મોટર્સ તથા ટાટા અન્ય કંપનીમાં ઈરાની ડિરેક્ટર બ્યા હતા. નોંધનીય છે કે તેમને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ