બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / The star of Surya's fate will shine on Shreyas Iyer's exit! A golden opportunity to secure a place in ODIs

IND vs NZ / શ્રેયસ અય્યરના બહાર થવા પર ચમકશે સૂર્યાની કિસ્મતનો તારો! વનડેમાં સ્થાન નિશ્ચિત કરવા માટે સુવર્ણ તક

Megha

Last Updated: 05:53 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાંથી બહાર થઈ ગયો છે અને રજત પાટીદારને પ્લેઇંગ 11માં એન્ટ્રી મળી છે, પણ સવાલ એ રહેશે કે અય્યરની જગ્યા પર કયો બેટ્સમેન બેટિંગ કરશે?

  • શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાંથી બહાર
  • અય્યરના સ્થાન પર હવે કયો બેટ્સમેન બેટિંગ કરશે?
  • આ ખેલાડીનું નસીબ ચમકશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ ODI સીરિઝની પહેલી મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાવવા જઈ રહી છે પણ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. જણાવી દઈએ કે સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામેની સમગ્ર સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે જ આ ટીમ માં રજત પાટીદારને સ્થાન આપવામાં આવ્યું હતું. પણ સવાલ એ રહેશે કે અય્યરની જગ્યા પર કયો બેટ્સમેન બેટિંગ કરશે?

આ ખેલાડીનું નસીબ ચમકશે
જણાવી દઈએ કે શ્રેયસ અય્યર ODI ટીમમાં  ચોથા નંબર પર બેટિંગ કરવા માટે આવતો, આવી સ્થિતિમાં ટીમમાં આ જગ્યા ભરવા માટે એક મજબૂત બેટ્સમેનની જરૂર પડશે. એવામાં હાલ રન મશીન કહેવાતા  સૂર્યકુમાર યાદવની પસંદગી પ્લેઈંગ 11માં થઈ શકે છે. સૂર્યાને તાજેતરમાં શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં તક આપવામાં આવી હતી. જો કે T20 ફોર્મેટમાં હંગામો મચાવનાર સૂર્યા હજુ સુધી વનડેમાં કોઈ મોટી ઇનિંગ રમી શક્યો નથી. આવી સ્થિતિમાં સૂર્યા પાસે ન્યૂઝીલેન્ડ સામે સારી ઇનિંગ રમીને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની સુવર્ણ તક હશે.

વનડેમાં હજુ સુધી નથી બતાવ્યું સારું પ્રદર્શન 
ટી-20માં ધૂમ મચાવનાર સૂર્યકુમાર યાદવનો વનડે રેકોર્ડ હજુ ખાસ નથી. સૂર્યાએ ટીમ ઈન્ડિયા માટે 17 ODIની 16 ઈનિંગ્સમાં બેટિંગ કરી છે. આ દરમિયાન સૂર્યાના બેટથી 29.85ની એવરેજથી 388 રન બનાવ્યા છે. જણાવી દઈએ કે તેના વન ડે કરિયરમાં તે માત્ર 2 અર્ધસદી જ ફટકારી શક્યો છે પણ જો ન્યૂઝીલેન્ડ સામે હવે તેને તક મળશે અને આ ખેલાડી આ ફોર્મેટમાં પણ સારું પ્રદર્શન કરી શકે છે. 

રજત પાટીદારને મળી તક 
ડોમેસ્ટિક ક્રિકેટમાં મધ્યપ્રદેશ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા રજત પાટીદારને ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટોપ ઓર્ડરના બેટ્સમેન રજત પાટીદાર હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. 29 વર્ષના પાટીદારે મધ્ય પ્રદેશની તરફથી રમતા પાછલા 5 ફર્સ્ટ ક્લાસ મેચોની 8 ઈનિંગમાં એક સેન્ચુરી ઉપરાંત 4 હાફ સેન્ચુરી મારી છે. આજ દમદાર પ્રદર્શનના આધાર પર તેને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વન ડે સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ સાથે જ અય્યરની હાજરીમાં સૂર્યકુમાર યાદવને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછી ત્રણ તક મળશે. 

 ન્યુઝીલેન્ડ સામેની ODI સીરિઝ માટે ટીમ ઈન્ડિયા :
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત, હાર્દિક પંડ્યા, રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ