બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / The players of Mumbai gave their lives to Gill not once or twice but three times!

IPL 2023 / ગિલને એક બે નહીં ત્રણ ત્રણ વખત મુંબઈના ખેલાડીઓએ આપ્યા જીવનદાન! રોહિત શર્માએ પણ પાડી રાડ

Priyakant

Last Updated: 12:15 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 News: મુંબઈ ઈન્ડિયન્સની હારની વાત કરીએ તો શુભમન ગિલને 3 વખત જીવનદાન આપવું ટીમ માટે મોંઘું સાબિત થયું

  • શુભમન ગિલની ત્રીજી સદીના આધારે GTએ ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું 
  • ગિલને એક બે નહીં ત્રણ ત્રણ વખત મુંબઈના ખેલાડીઓએ આપ્યા જીવનદાન
  • શુભમન ગીલને 6 ઓવરમાં એક અને 8મી ઓવરમાં 2 જીવનદાન મળ્યા

ટી-20 લીગની 16મી સિઝનમાં યુવા બેટ્સમેન શુભમન ગિલની ત્રીજી સદીના આધારે ગુજરાત ટાઇટન્સે IPL 2023ની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ તરફ હવે 28મી મેના રોજ યોજાનારી ફાઇનલમાં હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાતનો મુકાબલો MS ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. 

ક્વોલિફાયર-2માં રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની હારની વાત કરીએ તો શુભમન ગિલને 3 વખત જીવનદાન આપવું ટીમ માટે મોંઘું સાબિત થયું હતુ. મેચની વાત કરીએ તો વરસાદના કારણે રમત 30 મિનિટ મોડી શરૂ થઈ હતી. રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઇટન્સની ઇનિંગની છઠ્ઠી ઓવર ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડન ફેંકી રહ્યો હતો. 5માં બોલ પર 23 વર્ષીય યુવા બેટ્સમેન શુભમન ગિલે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. 

શુભમન ગિલે હવામાં શોટ રમ્યા 
આ દરમિયાન ગિલે હવામાં શોટ રમ્યા હતા, પરંતુ મિડ-ઓન પર 30 યાર્ડ સર્કલની અંદર ઊભેલો ટિમ ડેવિડ તેનો કેચ પકડી શક્યો ન હતો. તે ડાઇવિંગ કરીને બોલ સુધી પહોંચી ગયો હતો, પરંતુ તે પડતાની સાથે જ તેના હાથમાંથી બોલ ફેંકાઇ ગયો હતો. તે સમયે ગિલ માત્ર 30 રન પર હતો. બાદમાં તેણે તેના સ્કોરમાં વધુ 99 રન ઉમેર્યા.

કઈ ઓવરમાં વધુ 2 ચાન્સ મળ્યા
શુભમન ગીલને 8મી ઓવરમાં 2 જીવનદાન મળ્યા. આ ઓવર લેફ્ટ આર્મ સ્પિનર ​​કુમાર કાર્તિકેય ફેંકી રહ્યો હતો. ચોથા બોલ પર તેણે ક્રિઝની બહાર આવીને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટની બહારની ધારને લઈને પેડ સાથે અથડાયો અને વિકેટકીપર ઈશાન કિશન તરફ ગયો. પરંતુ ઈશાન જ્યારે વિકેટ ઉખાડી ત્યાં સુધીમાં ગિલ ક્રિઝની અંદર આવી ગયો હતો. પછીના બોલ પર ગિલે ફરીથી ડીપ મિડવિકેટ પર ઊંચો શોટ રમ્યો પરંતુ તિલક વર્મા પૂરતા પ્રમાણમાં ઝડપથી બોલ પર આવી શક્યો નહીં. તેણે એક બાઉન્સ પછી બોલ પકડ્યો. જેના કારણે રોહિત શર્માએ મેદાન પર જ બૂમો પાડી હતી.

છવાઈ ગયો શુભમન ગિલ
શુભમન ગિલે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 60 બોલમાં 215ની સ્ટ્રાઈક રેટથી 129 રન બનાવ્યા હતા. તેણે ઈનિંગમાં 7 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. તેણે ઇનિંગ્સના પ્રથમ 50 રન 32 બોલમાં બનાવ્યા હતા. તેણે પછીના 50 રન માત્ર 17 બોલમાં બનાવ્યા. IPL પ્લેઓફમાં ભારતીયનો આ સૌથી મોટો સ્કોર છે. ગિલે અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 101 અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અણનમ 104 રન બનાવ્યા હતા. તેના IPL 2023માં 800 રન પણ પૂરા થયા છે. એક સિઝનમાં આવું કરનાર તે માત્ર બીજો ભારતીય છે. આ પહેલા વિરાટ કોહલીએ આવું કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ