બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 03:35 PM, 28 February 2024
માર્ચ મહિનાની શરૂઆત થવાની છે. ગ્રહ અને નક્ષત્રની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ ખાસ રહેશે. માર્ચ મહિનામાં અમુક ગ્રહ તેમની રાશિ પરિવર્તન કરશે. આ સાથે માર્ચ મહિનામાં શનિ પણ અસ્ત થવાનો છે. આ કારણોસર માર્ચ મહિનો કેટલાક રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે. આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે.
ADVERTISEMENT
મિથુન રાશિ
આ મહિનો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શનિદેવની કૃપાથી તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તમારા કામમાં કોઈ સમસ્યાઓ નહીં સર્જાય. આર્થિક લાભ થવાની સંભાવનાઓ છે. તમને શનિદેવના આશીર્વાદ મળશે.
ADVERTISEMENT
કર્ક રાશિ
આ મહિનામાં તમને સારા પરિણામો જોવા મળશે. કારકિર્દીમાં સફળતા મળી શકે છે. તમારા લગ્ન જીવનમાં સુખ અને શાંતિ જોવા મળશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળી શકે છે.
કન્યા રાશિ
આ રાશિના જાતકો માટે આ મહિનો સકારાત્મક પરિણામો લાવી શકે છે. તમારા સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત બનશે. તમે નવી કાર ખરીદી શકો છો. તમને વિદેશ જવાની તક મળી શકે છે. નોકરી કરતાં લોકો માટે આ મહિનો અનુકૂળ રહેશે.
વાંચવા જેવું: હાથની આ આંગળીમાં ક્યારેય ન પહેરવી જોઈએ સોનાની વીંટી: ધનવાન વ્યક્તિને પણ બનાવી દેશે કંગાળ
તુલા રાશિ
આ રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કારકિર્દી અને વ્યવસાયમાં સારા પરિણામો મળી શકે છે. શનિદેવની કૃપા તમારા પર બની રહેશે. ઓફિસ પર સાથે કામ કરતાં લોકોનો સહયોગ મળી શકે છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોની હિંમત વધશે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. તમારા કામની વચ્ચે આવતી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વિદેશ જવા માટે આ મહિનો સારો છે. તમને તમારા કામમાં સફળતા મળશે.
ધન રાશિ
આ રાશિના જાતકો માટે આ મહિનો મહત્વપૂર્ણ રહેશે. તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. તમારી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે. વિદ્યાર્થીઓ માટે આ મહિનો અનુકૂળ રહેશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.