ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / The people of this zodiac sign should be careful today: otherwise there will be trouble regarding money, family clashes will also have to be faced

રાશિફળ / આ રાશિના જાતકો આજે સાચવીને રહેજો: નહીં તો ધન બાબતે થશે પરેશાની, પારિવારિક ક્લેશનો પણ કરવો પડશે સામનો

Published By: Premal

Last Updated: 07:20 AM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

ADVERTISEMENT

આજનું પંચાંગ
21 02 2023 મંગળવાર
માસ ફાગણ
પક્ષ શુક્લ
તિથિ બીજ
નક્ષત્ર પૂર્વભાદ્રપદ
યોગ સિદ્ધ
કરણ બાલવ બપોરે 1.57 પછી કૌલવ
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) સાંજે 7.39 પછી મીન (દ.ચ.ઝ.થ.)

આજનું દિન વિશેષ

દેવું કરાવે તેવા ગ્રહો કયા ગણાય? 
દેવાનાં ડુંગરા નીચે ક્યારે દબાવું પડે? 
શાસ્ત્રીય ઉપાયો કરવાથી મળે સફળતા?

શું કરવું? : સંકટનાશન ગણેશસ્ત્રોતનાં 11 પાઠ કરો. 
શું ના કરવું? : ક્રોધ-ચંચળતા-ટેન્શન નુકસાન કરાવશે. 
આજનો મંત્ર : હ્રીં અષ્ટલક્ષ્મયૈ નમો નમઃ 
આજનું દાન : લાપસી-સુખડી કુંવાસીને પ્રસાદ આપો. 

મેષ (અ.લ.ઈ.)  

મેષ રાશિના જાતકોને આજે કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે. તેમજ ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે. આ રાશિના જાતકોને આજના દિવસે જમીન અથવા ખેતીમાં લાભ જણાશે. નોકરીમાં સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય. 

વૃષભ (બ.વ.ઉ.) 

આ રાશિના જાતકોને આજના દિવસે ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે. તો સરકારી કામમાં અનુકૂળતા રહેશે. વૃષભ રાશિના જાતકોને આજે ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. તેમજ વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે. 

મિથુન (ક.છ.ઘ.) 

મિથુન રાશિના જાતકોને આજે માનસિક અશાંતિનો અનુભવ થશે. કામમાં મહેનત વધારે કરવી પડશે. આ રાશિના જાતકોને આજે ધન બાબતે પરેશાની જણાશે. કામકાજમાં તેમજ વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે. 

કર્ક (ડ.હ.) 

કર્ક રાશિના જાતકોને આજે પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે. ખાસ કરીને આજે સામાન્ય માનસિક તનાવ જણાશે. પાચન સંબંધી તકલીફ જણાશે. આ રાશિના જાતકોને ઉપરી અધિકારીથી તકલીફ જણાશે. 

સિંહ (મ.ટ.) 

સિંહ રાશિના જાતકોને પારિવારિક સંબંધોમાં લાભ થશે. ખાસ કરીને આજે સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે. તમને આર્થિક સુખ સારું મળશે. તેમજ કામકાજમાં પ્રગતિ થશે

કન્યા (પ.ઠ.ણ.) 

આ રાશિના જાતકોને આજ વિકાસના કામમાં સફળતા મળશે. તેમજ વિરોધપક્ષથી વિજય મેળવશો. ન્યાય હંમેશા તમારા પક્ષે રહેશે. ખાસ કરીને તમને આજે ધંધામાં લાભ થશે. 

તુલા (ર.ત.) 

તુલા રાશિના જાતકોને આજે કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે. સાથીમિત્રોથી તમને ઓછો સહકાર મળશે. ખાસ કરીને આજે સંપત્તિ બાબતે ઓછું સુખ જણાશે. તો લેવડ-દેવડમાં મુશ્કેલી રહેશે. 

વૃશ્ચિક (ન.ય.) 

વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે અકારણ ચિંતાથી કામ બગડશે. તમારા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. તમને કામકાજમાં ઓછી સફળતા જણાય છે. આ રાશિના જાતકોને આજે મહેનત વધે અને ફળ ઓછું મળે. 

ધન (ભ.ધ.ફ.ઢ.) 

ધન રાશિના જાતકોને આજે રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. ખાસ કરીને રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે. તમારે આર્થિક બાબતોમાં વિકાસ થશે. આ રાશિના જાતકોને સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે. 

મકર (ખ.જ) 

આ રાશિના જાતકોને ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે. તમારે યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે. તમને નોકરીમાં થોડી પરેશાની જણાશે. મકર રાશિના જાતકોને ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે. 

કુંભ (ગ.શ.ષ.સ.) 

કુંભ રાશિના જાતકોને આજે ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. તમે પરિવારનો પ્રેમ મેળવી શકશો. ખાસ કરીને આજના દિવસે તમારા મનની મૂંઝવણો દૂર થશે. 

મીન (દ.ચ.ઝ.થ) 

મીન રાશિના જાતકોએ કામકાજમાં સાવચેતીથી કામ કરવું. તમને અચાનક ખર્ચથી પરેશાની વધશે. ખાસ કરીને આજના દિવસે સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે. તો આ રાશિના જાતકોને નોકરીયાત વર્ગ માટે સારો સમય છે.  

કેવું રહેશે આપનું આગામી વર્ષ ?
શું કરવાથી થશે લાભ ?
શું કરવાથી આવશે ખોટા પરિણામો ?
જાણો આપના માટે ખાસ ઉપાય

કેવા પ્રકારના થશે લાભ ?
કોના દ્વારા મળશે સુખ ?
શું કરવાથી મળશે સફળતા ?
શું કરવાથી અનુભવાશે તકલીફો ?
જાણો આપના માટે ખાસ ઉપાય

શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.00 થી સાંજે 4.30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Dainik Rashifal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ