બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદ / The pain of people will be known from housework! How much does the society need to change its perspective against the weaker section?

મહામંથન / ઘરકામ કરતાં લોકોની પીડા જાણી થશે દર્દ! સમાજે નબળા વર્ગ સામે દ્રષ્ટિકોણ બદલવાની કેટલી જરૂર?

Vishal Khamar

Last Updated: 07:28 AM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ઘરકામ કરનારાઓએ ગૃહિણીઓ માટે મુશ્કેલી ઉભી કરી છે. કામવાળા બહેનો હડતાળ પર ઉતરી જતા ગૃહિણીઓની રજાની મજા બગડી છે. ત્યારે શું છે સમગ્ર મામલો?

અમદાવાદમાં અમારા કેમેરા એક એવી હડતાળને કવર કરવા પહોંચ્યા જેને સામાન્ય રીતે સમાજ પ્રશ્ન તરીકે જોતો નથી. ન તો આપણે આ મુદ્દાને કોઈની પીડા તરીકે જોઈએ છીએ. નવા અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ઘરે કામ કરનારા મહિલા અને પુરુષોએ હડતાળ કરી. સમાજનો ખૂબ નાનો વર્ગ છે, પરંતુ શહેરોમાં એની મહત્વતા દરેક ગૃહિણી સમજે છે. મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગમાં ક્યારેક મહિલાની શારીરિક સજ્જતા હોતી નથી અને એના કારણે પણ ઘરકામ માટે મદદ લેવી પડે છે. પ્રશ્નો બન્ને બાજુ છે, ઘરકામ કરનારા લોકોની તરફે પણ પ્રશ્નો છે, અને ઘરકામ કરાવનારા પરિવારોના પણ પ્રશ્નો છે, પરંતુ આપણી સમજણ અને સંસ્કાર એવું કે છે નબળાની બાજુમાં હંમેશા હિંમતથી ઉભું રહેવું.

  • અમદાવાદના સાઉથ બોપલની ગૃહિણીઓની બગડી રજાની મજા
  • સાઉથ બોપલમાં ઘરકામ વાળાની હડતાળથી ગૃહિણી પરેશાન  
  • ઓર્ચિડ એલીગન્સ સોસાયટીના ઘરકામ વાળાઓ હડતાળ પર

કામવાળા બહેનો એક સાથે હડતાળ પર ઉતરી જતા ગૃહિણીઓ મુંઝવણમાં મુકાઈ
અમદાવાદ સહિત રાજ્યભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી અને નવા વર્ષને આવકારવા સૌ કોઈમાં થનગનાટ છે. પરંતુ થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા જ અમદાવાદમાં કામવાળા બહેનોએ ગૃહિણીઓની મુશ્કેલી વધારી દીધી છે. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા ઓર્ચિડ એલીગન્સ અને ગાલા મારવેલાના કામવાળાઓ હડતાળ પર ઉતરી ગયા છે. અહીં 110 જેટલા કામવાળા બહેનો એક સાથે હડતાળ પર ઉતરી જતા ગૃહિણીઓ મુંઝવણમાં મુકાઈ છે. કામવાળા બહેનોની માગ છે કે, તેને ચૂકવાતા મહેનતાણામાં વધારો કરવામાં આવે. કારણકે હાલમાં તેઓને એક કામના 800 રૂપિયા ચૂકવાઇ છે. આ મહેનતાણુ વધારીને હજાર રૂપિયા કરવાની માગણી કરવામાં આવી છે. તેઓનું કહેવું છે કે, મોંઘવારી સાથે ભાવમાં વધારો થવો જોઈએ, જે નથી થઇ રહ્યો. ઘરના ભાડા મોંઘા થયા છે, આવી સ્થિતિમાં પરિવારનું ગુજરાન ચલાવું મુશ્કેલ બન્યુ છે. 

  • મહેનતાણુ વધારવા ગૃહિણીઓની મંજૂરી અને પતિ વિરોધમાં 
  • ઘરકામ વાળાઓને તહેવારોમાં બોનસ આપતા હોવાનો માલિકોનો દાવો
  • ઘરકામના ભાવ સૌથી વધુ શીલજ, શેલા અને બોપલમાં 

કામવાળાઓની હડતાળ તો બીજી તરફ ઘર માલિકો પરેશાન
એક તરફ કામવાળાઓની હડતાળ તો બીજી તરફ ઘર માલિકો પરેશાન થઈ રહ્યાં છે. રજાના દિવસોમાં જ કામવાળા બહેનો હડતાળ પર ઉતરી જતા રજાની મજા બગડી છે. જોકે ઘર માલિકોનું કહેવું છે કે, કામવાળાની રજાઓમાં તેનો પગાર કપાવામાં આવતો નથી. તેમજ તહેવારમાં બોનસ પણ આપતા હોવાનો ઘર માલિકો દાવો કરી રહ્યાં છે. પરંતુ કામવાળા બહેનોની એક જ માગ છે કે તેનું મહેનતાણું વધારવામાં આવે છે. જો કે હાલ અચાનક જ કામવાળા બહેનો હડતાળ પર ઉતરી જતાં ખાસ કરીને વર્કિગ વૂમનની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે હવે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે તે જોવું રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ