The loss of this actress for being beautiful, the Oscar winning film got out of hand
બોલિવુડ /
લો બોલો! સુંદર હોવાના કારણે અભિનેત્રીને થયું મોટું નુક્સાન, ઓસ્કરવિનિંગ ફિલ્મની ઓફર ગુમાવી
Team VTV01:56 PM, 17 May 22
| Updated: 03:16 PM, 17 May 22
નુસરત ભરુચા આજે પોતાની એકટીંગના દમ પર લોકોના દીલમાં જગ્યા બનાવવી જાણે છે. પરંતુ તેની ખુબસુરતી તેની કિસ્મત પર ભારે પડી ગઈ, સુંદર હોવાના કારણે તેને એવોર્ડ વિનિંગ ફિલ્મમાં કામ ના મળ્યું.
નુસરતના ફેન્સે જન્મદિવસની શુભકામનાઓ વરસાવી
સુંદર હોવાના કારણે એવોર્ડ વિનિંગ ફિલ્મમાં કામ ના મળ્યું - નુસરત
એક ઈન્ટરવ્યુમાં તેણે આ વાતનો ખુલાસો કર્યો હતો.
બોલીવુડ એક્ટ્રેસ નુસરત ભરુચા આજે ખુદનો 37મો જન્મ દિવસ ઉજવી રહી છે.પોતાના ફિલ્મી કરીયરમાં જરા હટકે મુદ્દાઓ પર ફિલ્મો કરવા વાળી એકટ્રેસને લોકો તેમના જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ મશહુર એકટ્રેસના હાથમાં ઓસ્કરની ફિલ્મ લાગી હતી. પરંતુ તેની સુંદરતાના કારણે આ તક ગુમાવી પડી.
'સ્લમ ડોગ મિલિનેયર'નો એક ભાગ બનવા વાળી હતી.
નુસરત ભરુચા વર્ષ 2011માં આવેલી ફિલ્મ પ્યાર કા પંચનામાથી ચર્ચામાં આવી હતી અને તેમની ફિલ્મ સોનુ કે ટીટૂ કી સ્વીટી બોક્સ ઓફિસ પર ખુબ હીટ રહી હતી. નુસરત સમચ જતા બજેટ ફિલ્મોની મન પસંદ એક્ટ્રેસ બની રહી છે.પરંતુ એક ઈન્ટરવ્યું માં તેણે ખુલાસો કર્યો કે, તેના ફેંન્સ નિરાશ પણ થઈ શકે છે. તેણે કહ્યું કે તે ઓસ્કર એવોર્ડ જીતવા વાળી ફિલ્મ 'સ્લમડોગ મિલેનિયર' નો એક ભાગ બનવાની હતી પંરંતુ , તેને રિજેક્ટ કરી દેવામાં આવી.
ખબસુરત હોવાના કારણે ફિલ્મ ના મળી
નુસરત ભરુચા એ આગળ કીધુ કે, ફિલ્મમાં ના લેવાનું કારણ તેમની ખૂબસુરતી હતી. તેઓએ કીધુ કે ફિલ્મનાં નિર્માતાઓને તેમની એક્ટીંગ ખુબ પસંદ આવી હતી, પરંતુ તે ઝૂંપડપટ્ટીમાં રહેતી છોકરીનું પાત્ર હતું અને નુસરત આ પાત્ર માટે ખૂબ જ સુંદર હતી. પછી આ ફિલ્મમાં લતિકાનુ પાત્ર એકટ્રેસ ફ્રીડા પિંટોએ ભજવ્યું હતું. અને આ ફિલ્મ ઓસકર એવોર્ડ પણ જીતી હતી.