ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The latest variations of such fireworks on the market, know the price and the design

ખરીદી / આ દીવાળીએ બજારમાં આવી ફટાકડાની અવનવી વેરાયટી, જાણો ભાવ અને ડિઝાઇન

Published By: Ravi

Last Updated: 09:13 PM, 23 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રકાશ અને ઉત્સાહનું પર્વ દિવાળીની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે શહેરનાં મુખ્ય બજારમાં ફટાકડાની દુકાનો પર ખરીદીનો માહોલ જામી રહ્યો છે. અવનવી અનેક વેરાયટીના ફટાકડા વચ્ચે પણ જૂના ફટાકડાની માગ યથાવત છે. આ વર્ષે ફટાકડાના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો ભાવ વધારો થવા છતાં ઘરાકી નીકળી  છે.

ADVERTISEMENT

  • ફટાકડાના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો
  • 2000 પ્રકારના ફટાકડા બજારમાં આવ્યા છે.
  • મોટાભાગે ફટાકડા ભરતપુર, શિવકાશી, ઇન્દોરથી મગાવવામાં આવે છે.

આ વર્ષે કયા ફટાકડાની માંગ વધી ?

 દર વર્ષે ફટાકડામાં વિવિધ વરાઇટી જોવા મળતી હોય છે. આ વર્ષે આર્મી ટેન્ક અને ચાઇનીઝ ચાવીએ આકર્ષણ જમાવ્યું  છે. ઉપરાંત ચાઇનીઝ ફટાકડાની પણ ડિમાન્ડ જોવા મળી રહી છે. આ વખતે બાળકોમાં કાર્ટૂન,બાહુબલિ, છોટા ભીમ, ડોરેમોન, પોકેમોન, સ્પાઇડરમેન, સુપરમેન, સિંઘમ, દેશભક્તિમાં બેલેસ્ટિક ટેન્ક,કમાન્ડો અને જુરાસિક ફટાકડાની માગ  છે.

બજારમાં ફટાકડાની દુકાનો પર ખરીદીનો માહોલ જામ્યો 

બાળકો માટે તો અનેક પ્રકારના ફટાકડા બજારમાં છે. ફૂલઝરથી લઈ સૂતળી બોમ્બ, રોકેટ વગેરે ફટાકડાની ખરીદી પણ શરૂ થવા લાગી છે. ચાંદલિયા, ફૂલઝર, શંભુ, લવિંગિયાં, ભમચકરડી, દેરાણી-જેઠાણી, તારા મંડળ, રોકેટ, લક્ષ્મી બોમ્બ, વ્હીસલ, સૂતળી બોમ્બ, મિર્ચી બોમ્બ, 555, પોપઅપ, ચકલી બોમ્બ સહિત નાના મોટા અનેક ફટાકડાઓ દુકાનોમાં આવી ગયા છે.  આ વખતે મોટો અવાજ કરતા ફટાકડા કરતાં રોશની ફેલાવે તેવા ફટાકડાની ડિનાન્ડ વધુ જોવા મળી છે. આકાશમાં જઇને તારા મંડળ રચતા ફટાકડાઓ પણ મોટા પ્રમાણમાં વેચાય છે. 

અમદાવાદીઓ  કરોડો રૂ.ના ફટાકડાઓ ફોડે છે

2000 પ્રકારના ફટાકડા બજારમાં આવ્યા છે. જેની કિંમત રૂ. 5 થી લઇને 8000રૂ. સુધીની કિંમતનો એક પિસ મળે છે. મોટાભાગે ફટાકડા રાજસ્થાન, ભરતપુર, શિવકાશી, ઇન્દોરથી મગાવવામાં આવે છે. દિવાળી દરમિયાન અમદાવાદીઓ  કરોડો રૂ.ના ફટાકડાઓ ફોડે છે. 150 પ્રકારના ફટાકડાનાં નામ હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Diwali chinese firecrackers diwali shopping fire cracker ચાઇનીઝ ફટાકડા ફટાકડા Shopping Guide

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ