બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / the kerala story adah sharma was scared when playing shalini unnikrishnan role in movie
Last Updated: 12:50 AM, 11 May 2023
ADVERTISEMENT
The Kerala Story Actress Adah Sharma: ધ કેરળ સ્ટોરી ફિલ્મમાં શાલિની ઉન્નીકૃષ્ણનનું પાત્ર ભજવનાર અભિનેત્રી અદા શર્મા આ દિવસોમાં ચર્ચામાં છે. તમામ વિવાદો વચ્ચે પણ ફિલ્મ ધ કેરળ સ્ટોરી બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મને ઘણી જગ્યાએ પ્રતિબંધિત કરવામાં આવી છે અને ઘણા રાજ્યોમાં તેને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ધ કેરળ સ્ટોરીમાં લીડિંગ એક્ટ્રેસ અદા શર્માની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. જોકે અદા શર્મા માટે આ પાત્ર ભજવવું સરળ નહોતું.
અદા શર્માએ આ ફિલ્મમાં શાલિની ઉન્નીક્રિષ્નન નામની છોકરીની ભૂમિકા ભજવી છે. જે એક હિંદુ છોકરી હતી, પરંતુ એક મુસ્લિમ છોકરાના પ્રેમમાં પડે છે અને તેનો ધર્મ બદલીને લગ્ન કરે છે. શાલિનીના પતિ તેને સીરિયા મોકલે છે અને તેને ISISની આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં આવે છે. આ ફિલ્મમાં શાલિનીની ભૂમિકા ભજવતી વખતે અદા શર્મા ખૂબ જ ડરી ગઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
અદા શર્માનું કહેવુ છે કે, જે દિવસથી તેણે શાલિનીની વાર્તા સાંભળી ત્યારથી લઈને ફિલ્મના શૂટિંગ સુધી તે એટલું જ સમજી ગઈ હતી કે શાલિની એક નિર્દોષ છોકરી હતી જે આતંકવાદની જાળમાં ફસાઈ ગઈ હતી. અદા શર્માએ કહ્યું કે, શાલિની ઉન્નીકૃષ્ણનનું પાત્ર ભજવતી વખતે હું શારીરિક અને માનસિક રીતે ખૂબ ડરી ગઈ હતી. આ પાત્ર મારા આત્માને સ્પર્શી ગયું છે, જેને હું જીવનભર યાદ રાખીશ.
ફિલ્મની સફળતા અંગે અદા શર્માએ કહ્યું કે, તે ખુશ છે કે આ ફિલ્મ લોકોને જાગૃત કરવામાં સફળ રહી છે. જો આનાથી કોઈનો જીવ પણ બચી જાય તો તેની ફિલ્મ બનાવવાનો હેતુ પૂરો થાય છે. અદા શર્માએ કહ્યું કે આ વાર્તા કોઈને કોઈને કહેવાની હતી. અભિનેત્રીએ કહ્યું કે જીવનમાં કોઈપણ નિર્ણય લેતા પહેલા તમારે બે વાર વિચારવું જોઈએ. જરૂર જણાય તો તમારા વડીલોનો અભિપ્રાય પણ લેવો જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ને લઈને ઘણો વિવાદ થયો છે. આ ફિલ્મ મર્યાદિત સ્થળોએ જ રિલીઝ થઈ છે. જોકે આ ફિલ્મને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. રીલિઝના 5 દિવસમાં ધ કેરળ સ્ટોરીએ 50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.