ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / વિશ્વ / The Hollywood superstar and his wife, the Corona virus, said, "What do we do now?"
ADVERTISEMENT
ADVERTISEMENT
દેશ-વિદેશથી યાત્રા કરવા વાળા યાત્રીઓ પર કોરોના વાયરસનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઘણી હોસ્પિટલ હોવા છતાં વાયરસ ઝડપી રીતે ફેલાઈ રહ્યો છે. હાલમાં જ હોલિવૂડના સૌથી ફેમસ એક્ટર ટોમ હેન્કસ અને તેમની પત્ની રીટાએ પણ કોરોના વાયરસની પુષ્ટિ કરી છે. બંને થોડા દિવસોથી ઘણા બીમાર હતા. તેઓએ એવા લક્ષણો જોયા કે તે બંનેએ તરત જ કોરોના વાયરસના ટેસ્ટ કરાવવા જરૂરી માન્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT
હોલિવૂડ અભિનેતા ટોમ હેન્કસ અને તેમની પત્નીએ તાજેતરમાં જ કોરોના પર ટેસ્ટ કરાવ્યા અને આશ્ચર્યજનક રીતે તે બંનેના ટેસ્ટ રિઝલ્ટ પોઝિટિવ નીકળ્યા. અભિનેતાએ હાલમાં જ તેના ટ્વીટર અકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને માહિતી શેર કરી છે. તેઓએ જણાવ્યું કે બંને હજી ઓસ્ટ્રેલિયામાં છે. 63 વર્ષીય ટોમ હેન્ક્સએ પોતાની ટ્વિટર પોસ્ટમાં કહ્યું છે કે તેને અને તેની પત્નીને ઓસ્ટ્રેલિયામાં અચાનક તાવ આવ્યો હતો અને બંનેને કોરોના પર કરાવેલ ટેસ્ટ પોઝિટિવ જણાતાં હવે બંનેને આઇસોલેશનમાં રાખવામાં આવશે અને તેની દેખરેખ રાખવામાં આવશે.
ADVERTISEMENT
તેમણે લખ્યું 'અમને થાક લાગવા લાગ્યો જેમ શર્દી પર લાગે તેવો અને શરીરમાં હળવો દુખાવો પણ થવા લાગ્યો. રીટાને થોડી ઠંડી પણ લાગી રહી હતી. અમને હળવો તાવ પણ હતો આખા વિશ્વમાં ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે સાચું પગલું ભર્યું અને કોરોના વાયરસના ટેસ્ટ કરાવ્યા. આ ટેસ્ટમાં અમે પોઝિટિવ નીકળ્યા. તેમણે એમ પણ લખ્યું કે, હવે પછી શું કરવું? તે મેડિકલ ઓફિશિયલ્સના પ્રોટોકોલ છે જેનું પાલન કરવું પડશે. અમારા સ્વાસ્થ્ય માટે અમારા ટેસ્ટ થશે, નિરીક્ષણ કરવામાં આવશે અને જ્યાં સુધી પબ્લિક હેલ્થ અને તેમની સુરક્ષાની જરૂર હશે ત્યાં સુધી અમને આઇસોલેશનમાં રાખવામાં આવશે. તેમણે પોતાના ફોલોવર્સને સાવચેત રહેવાની અને કાળજી લેવાની સૂચના પણ આપી છે અને તેમણે એમ પણ કહ્યું છે કે તે પોતાની દરેક પરિસ્થિતિની અપડેટ આપતા રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો