The government is thinking of giving English education to Gujarati students from the first standard
ઇંગ્લિશ ગુજલીશ /
ગુજરાતી વિદ્યાર્થીઓને પહેલા જ ધોરણથી અંગ્રેજી શિક્ષણ આપવા પર સરકાર કરી રહી છે વિચાર
Team VTV09:51 AM, 20 Feb 22
| Updated: 11:00 AM, 20 Feb 22
ગુજરાતી ભાષા બાદ રાજ્ય સરકાર હવે પહેલા ધોરણથી અંગ્રેજી શિક્ષણ આપવા પર વિચાર કરી રહી છે
વિદ્યાર્થીઓને પહેલા ધોરણથી જ અંગ્રેજી વિષયની અપાશે સમજ
ઈંગ્લીશ સ્પીકિંગ અને લીસનિંગ લાગુ કરવા તંત્રની વિચારણા
નવા શૈક્ષણિક સત્રથી અંગ્રેજી વિષય ધોરણ એકથી લાગુ થઈ શકે
રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા સરકાર દ્વારા શનિવારે એક ઠરાવ કર્યો છે. જેમાં રાજ્યની જાહેર જગ્યાઓ પર ગુજરાતી ભાષામાં લખાણ ફરજિયાત કરવાનું રહેશે.ત્યારે હવે પહેલા ધોરણથી અંગ્રેજીના શિક્ષણનો વ્યાપ વધે તે વધુ એક મહત્વનો નિર્ણય પર ચર્ચા કરાઈ રહી છે.
વિદ્યાર્થીઓને પહેલા ધોરણથી જ અંગ્રેજીની સમજ આપવા વિચારણાં
રાજ્ય સરકાર હવે પહેલા ધોરણથી જ રાજ્યભરમાં અંગ્રેજી શિક્ષણ પર મહત્વ આપવનું નક્કી કર્યુ છે. જેના પગલે હવે ગુજરાત સરકાર પહેલા ધોરણથી જ ઈંગ્લીશ સ્પીકિંગ અને લિસનિંગ લાગુ કરવા વિચાર કરી રહી છે. આ નિર્ણયની અમલવારી નવા શૈક્ષણિક સત્રથી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, પહેલા ધોરણમાં અંગ્રેજીનું પાઠ્યપુસ્તક સીધું લાગુ નહીં થાય જ્યારે ધોરણ 3 અને 4ના પાઠ્યપુસ્તકમાં અંગ્રેજી વિષયને લઈને પ્રયોગ થઈ શકે છે. જેમાં ગુજરાતી વાક્ય સાથે અંગ્રેજી ભાષાંતર આપવા વિચારણાં ચાલી રહી છે. આ સાથે નાના બાળકોને અંગ્રેજી શિખવવા શિક્ષકોને વિશેષ તાલિમ આપવાનું ચર્ચાઈ રહ્યું છે