બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ભારત / Politics / The government is sending WhatsApp messages to people, not a violation of the code of conduct'? Congress

લોકસભા ચૂંટણી 2024 / 'મોદી સરકાર લોકોને મોકલી રહી છે વોટ્સએપ મેસેજ, આ આચારસંહિતાનો ભંગ ન ગણાય'? કોંગ્રેસ

Priyakant

Last Updated: 03:19 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: સરકાર 'વિકાસ ભારત સંપર્ક' નામના વોટ્સએપ એકાઉન્ટ દ્વારા લોકોના મોબાઈલ ફોન પર મેસેજ મોકલીને ફીડબેક માંગી રહી

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે. આ દરમિયાન તમને પણ સરકાર તરફથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હશે? સરકાર 'વિકાસ ભારત સંપર્ક' નામના વોટ્સએપ એકાઉન્ટ દ્વારા લોકોના મોબાઈલ ફોન પર મેસેજ મોકલીને ફીડબેક માંગી રહી છે. જોકે હવે આ મેસેજને લઈને રાજકીય વિવાદ પણ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસનું કહેવું છે કે, ચૂંટણીની જાહેરાત બાદ પણ ભાજપ પોતાના પ્રચાર માટે સરકારી મશીનરીનો ઉપયોગ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, સરકાર દ્વારા મોકલવામાં આવેલા આ મેસેજમાં વડાપ્રધાન મોદીનો એક પત્ર પણ જોડવામાં આવ્યો છે. વિપક્ષનું કહેવું છે કે સરકારી ડેટાબેઝનો ઉપયોગ કરીને રાજકીય પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 

કોંગ્રેસના કેરળ યુનિટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વ્હોટ્સએપની પેરેન્ટ કંપની મેટાને ટેગ કર્યું અને કહ્યું કે, વિકાસ ભારત સંપર્ક નામના વેરિફાઈડ બિઝનેસ એકાઉન્ટમાંથી લોકોને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. કેરળ કોંગ્રેસે કહ્યું, આ મેસેજમાં લોકો પાસેથી ફીડબેક માંગવામાં આવ્યો છે. જોકે તેની સાથે જોડાયેલ PM મોદીનો પત્ર રાજકીય પ્રચાર સિવાય બીજું કંઈ નથી. કોંગ્રેસે કહ્યું કે, PM મોદી આના દ્વારા પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે અને સરકારી ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં વોટ્સએપનો રાજકારણ માટે પણ દુરુપયોગ થઈ રહ્યો છે. 

કેરળ કોંગ્રેસે સરકારની નીતિનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. તે કહે છે કે કંપની કોઈપણ રાજકીય પક્ષ, રાજકારણી, રાજકીય ઉમેદવાર અથવા રાજકીય પ્રચાર માટે મર્જિંગ એપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. કોંગ્રેસે સવાલ કર્યો કે, જો આ કંપનીની નીતિ છે તો પ્રચાર કરવા માટે રાજકારણીને આ પ્લેટફોર્મ કેમ આપવામાં આવ્યું છે. અથવા ભાજપ માટે તમારી કોઈ અલગ નીતિ છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પત્ર જાહેર કરીને વિકસિત ભારતને લઈને તેમની પ્રતિક્રિયા માંગી છે. સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે તમારું સમર્થન અને તમારું સૂચન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તમને આ યોજનાઓ વિશે તમારા મંતવ્યો આપવા વિનંતી છે. કોંગ્રેસનું કહેવું છે કે, 2047 સુધીમાં દેશનો વિકાસ કરવાનું સપનું દેખાડવું એ પણ ભાજપની રાજકીય ચાલ છે.

વધુ વાંચો: 'એમને શું ખબર પડે આપણો ઈતિહાસ', CAA મામલે જયશંકરે અમેરિકા સહિતના દેશોને દેખાડ્યું 'દર્પણ'

ભૂતપૂર્વ લોકસભા સાંસદ અને TMC નેતામહુઆ મોઇત્રાએ કહ્યું કે, આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી પણ ભાજપની આગેવાનીવાળી મોદી સરકાર કરદાતાઓના પૈસાનો ઉપયોગ કરીને પત્રો જાહેર કરી રહી છે. ચૂંટણીની જાહેરાત પછી વ્યક્તિને શરમજનક પ્રચાર સંદેશ મળે છે. તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ મોદીના વિકસિત ભારતની ખાતરી આપતી વીડિયો વાન ચલાવી હતી. તેના દ્વારા પણ ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈને લોકોના સૂચનો લેવામાં આવી રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ