બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / Politics / In the matter of CAA, Jaishankar showed a mirror to countries including America

નિવેદન / 'એમને શું ખબર પડે આપણો ઈતિહાસ', CAA મામલે જયશંકરે અમેરિકા સહિતના દેશોને દેખાડ્યું 'દર્પણ'

Priyakant

Last Updated: 03:04 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

S Jaishankar Statement Latest News: જયશંકરે કહ્યું કે, હું તેમની લોકશાહી અથવા તેમના સિદ્ધાંતોની ખામીઓ પર સવાલ નથી કરી રહ્યો. હું આપણા ઈતિહાસની તેમની સમજ પર સવાલ ઉઠાવી રહ્યો છું

S Jaishankar Statement : નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA)ની અમેરિકા અને વિશ્વના અન્ય ભાગોમાંથી ટીકા થઈ રહી છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, તેમણે કહ્યું કે આને વિભાજનના સંદર્ભમાં મૂકવું મહત્વપૂર્ણ છે. એ પણ રેખાંકિત કર્યું કે એવા 'અસંખ્ય ઉદાહરણો' છે જેમાં ઘણા દેશોમાં ફાસ્ટ-ટ્રેક નાગરિકતા છે. શનિવારે એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન જયશંકરે યુએસ ધરતી પર ખાલિસ્તાની અલગતાવાદીને મારવાનું કાવતરું ઘડવાના આરોપનો સામનો કરી રહેલા ભારતીય નાગરિક અને એક દિવસ પહેલા યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીની ટિપ્પણીઓના પ્રશ્નોના જવાબ આપ્યા.

CAAને લઈને થઈ રહેલી ટીકાને લઈ શું કહ્યું ? 
જયશંકરે કહ્યું કે, ટમે ભારત અને કેનેડાના ઘણા ઉદાહરણો આપી રહ્યા છો, અમેરિકન રાજનીતિએ હિંસક ઉગ્રવાદી વિચારો અને પ્રવૃત્તિઓને તે પ્રકારનું સ્થાન આપ્યું નથી જે કેનેડાએ આપ્યું છે. તેથી મને નથી લાગતું કે, અમેરિકા માટે તેમને એકસાથે મૂકવું યોગ્ય છે. જયશંકરે કહ્યું કે હું બંને વચ્ચે તફાવત કરીશ. જયશંકરે વોશિંગ્ટન અને વિશ્વના અન્ય ભાગોમાંથી CAA અંગેની ટીકાનો પણ જવાબ આપ્યો. હકીકતમાં યુએસએ ગુરુવારે કહ્યું હતું કે, તે ભારતમાં CAAની સૂચનાથી ચિંતિત છે અને તેના અમલીકરણ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

જયશંકરે કહ્યું કે, હું તેમની લોકશાહી અથવા તેમના સિદ્ધાંતોની ખામીઓ પર સવાલ નથી કરી રહ્યો. હું આપણા ઈતિહાસની તેમની સમજ પર સવાલ ઉઠાવી રહ્યો છું. જો તમે વિશ્વના ઘણા ભાગોમાંથી ટિપ્પણીઓ સાંભળો છો તો એવું લાગે છે કે ભારતનું વિભાજન ક્યારેય થયું ન હતું એવી કોઈ પરિણામલક્ષી સમસ્યાઓ નહોતી કે જેને CAAએ સંબોધિત કરવી જોઈએ. CAA પરની ટીકાનો જવાબ આપતી વખતે જયશંકરે પોતાની વાત રજૂ કરવા માટે ઘણા ઉદાહરણો પણ આપ્યા. 

વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે, જ્યારે લોકો તેમની નીતિઓને જોતા નથી ત્યારે તેમને સમસ્યા થાય છે. તેમણે જેક્સન-વેનિક સુધારાને ટાંક્યો જે સોવિયેત યુનિયન દ્વારા યહૂદીઓના ઝડપી ટ્રેકિંગ, લૌટેનબર્ગ સુધારો, સ્પેક્ટર સુધારો અને હંગેરિયનો વિશે હતો. તેમણે કહ્યું કે, જો તમે મને પૂછો કે શું અન્ય દેશો, અન્ય લોકશાહી વંશીયતા, આસ્થા, સામાજિક લાક્ષણિકતાઓના આધારે ઝડપથી પ્રગતિ કરે છે, તો હું તમને ઘણા ઉદાહરણો આપી શકું છું.

વધુ વાંચો : '2014માં EDએ 1800 કેસ કર્યાં, ભાજપ સરકારમાં 4700', ભ્રષ્ટાચાર પર PM મોદીની ઝીરો ટોલેરન્સ નીતિ

દેશના નેતૃત્વએ આ લઘુમતીઓને વચન આપ્યું હતું : જયશંકર
1947ના વિભાજનનો ઉલ્લેખ કરતા યશંકરે કહ્યું કે, આ દેશના નેતૃત્વએ આ લઘુમતીઓને વચન આપ્યું હતું કે, જો તમને કોઈ સમસ્યા હોય તો ભારતમાં આવવા માટે તમારું સ્વાગત છે. આ પછી નેતૃત્વએ પોતાનું વચન પૂરું કર્યું નથી. તેમણે કહ્યું કે, આ માત્ર અમારી સમસ્યા નથી. જો તમે યુરોપ પર નજર નાખો તો ઘણા યુરોપિયન દેશોએ એવા લોકોને નાગરિકત્વ આપવા માટે ઝડપથી કામ કર્યું છે કે જેઓ વિશ્વ યુદ્ધો દરમિયાન અથવા કેટલાક કિસ્સાઓમાં વિશ્વ યુદ્ધો પહેલાના ઘણા સમય પહેલા છોડી ગયા હતા. કેટલાક ઐતિહાસિક મુદ્દાઓ જેને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા. તે સમુદાય પ્રત્યે મારી નૈતિક જવાબદારી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ