બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / PM Modi said ED has done 4700 cases in BJP government

નિવેદન / '2014માં EDએ 1800 કેસ કર્યાં, ભાજપ સરકારમાં 4700', ભ્રષ્ટાચાર પર PM મોદીની ઝીરો ટોલેરન્સ નીતિ

Priyakant

Last Updated: 02:13 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Statement Latest News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, અમારા શાસનમાં કેન્દ્રીય એજન્સીઓને ભ્રષ્ટાચારની તપાસ માટે મુક્ત લગામ આપવામાં આવી

PM Modi Statement : લોકસભા ચૂંટણી પહેલા PM મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ગઇકાલે જ કેન્દ્રીય ચૂંટણી પંચે દેશમાં સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. એક તરફ વિપક્ષ PM મોદીના શાસનને એવી સરકાર ગણાવી રહ્યો છે જે બેરોજગારી, મોંઘવારી વધારી રહી છે અને ખેડૂતો અને મહિલાઓ વિરુદ્ધ કામ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે,  તેમના શાસનમાં કેન્દ્રીય એજન્સીઓને ભ્રષ્ટાચારની તપાસ માટે મુક્ત લગામ આપવામાં આવી છે. જેના કારણે ભ્રષ્ટાચારીઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું, આપણા શાસનનું મુખ્ય પાસું ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા છે. તમામ એજન્સીઓને ભ્રષ્ટાચારની તપાસમાં મુક્ત હાથ છે. PMએ કહ્યું કે, જો એજન્સીઓ સ્વતંત્ર હતી તો તેમને રોકવાની શું જરૂર હતી? તેમણે કહ્યું કે હું તેમના કામમાં દખલ નહીં કરુ. ઉદાહરણ આપતા PM મોદીએ કહ્યું કે, 2014 સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ 1,800 કેસ નોંધ્યા હતા. છેલ્લા 10 વર્ષમાં 4,700 કેસ નોંધાયા છે. EDએ 2014 સુધી માત્ર 5,000 કરોડ રૂપિયા જ જપ્ત કર્યા હતા, પરંતુ છેલ્લા દસ વર્ષમાં તેણે 1  લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે.

મહત્વનું છે કે, કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગના સરકાર પર વિપક્ષના આક્ષેપો વચ્ચે વડાપ્રધાનની આ ટિપ્પણી આવી છે. વિપક્ષે એવા કોર્પોરેશનો પર પણ સવાલો ઉઠાવ્યા છે કે, જેઓ ED, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અથવા આવકવેરા વિભાગ દ્વારા તપાસનો સામનો કરી રહ્યા હતા અને તેમણે ચૂંટણી બોન્ડ યોજના દ્વારા રાજકીય પક્ષોને દાન આપ્યું હતું. 

વધુ વાંચો : પંજાબ પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર, પોલીસકર્મી શહીદ

PM મોદીએ કહ્યું, જ્યારે આટલી ઝડપી ગતિએ તપાસ ચાલી રહી છે, ત્યારે તે સમજી શકાય છે કે તેનાથી કેટલાક લોકોને મુશ્કેલી થશે. આથી તેઓ મને ગાળો બોલવા માટે દિવસ-રાત ઝુંબેશ ચલાવી રહ્યા છે. આગામી લોકસભા ચૂંટણી વિશે બોલતા PM મોદીએ કહ્યું, આ ચૂંટણીનો સમય છે, અમારો વિપક્ષ કાગળ પર સપના વણી રહ્યો છે, પરંતુ મોદી સંકલ્પો પર કામ કરે છે. તેણે કટાક્ષ કર્યો કે, તમે '29' પર અટકી ગયા છો? હું 2047 તરફ કામ કરી રહ્યો છું. PM મોદીએ કહ્યું કે, દુનિયા અનિશ્ચિતતાથી ઘેરાયેલી છે, પરંતુ તે નિશ્ચિત છે કે ભારત ઝડપી ગતિએ આગળ વધવાનું ચાલુ રાખશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ