બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / The government has clearly said that the sale of breast milk will not be allowed in India

નવો આદેશ / હવે કોઈ કંપનીએ 'માતાનું દૂધ' વેચ્યું તો ખેર નથી, સરકારે લગાવ્યો પ્રતિબંધ

Megha

Last Updated: 10:09 AM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે દૂધથી બનાવેલ પ્રોડક્ટ્સ કે ડેરી પ્રોડક્ટ્સના નામે માતાનું દૂધ' (Breast Milk) વહેંચતી કંપનીનું લાઇસન્સ રદ કરીને જરૂર પડવા પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા કહ્યું.

  • ડેરી પ્રોડક્ટ્સના નામે 'માતાનું દૂધ' (Breast Milk) વહેંચવાના મામલે સરકારે કડક વલણ અપનાવ્યું
  • સરકારે કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો 
  • જુલાઇ મહિનામાં થઈ હતી મોટી કાર્યવાહી 

ડેરી લાયસન્સના નામે 'માતાનું દૂધ' (Breast Milk) વહેંચવાના મામલે સરકારે હવે કડક વલણ અપનાવ્યું છે. દૂધથી બનાવેલ પ્રોડક્ટ્સ કે ડેરી પ્રોડક્ટ્સના નામે આવી કોઈપણ પ્રોડક્ટ વહેંચતી કંપનીનું લાઇસન્સ રદ કરવાની સાથે જ જરૂર પડવા પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ પણ સરકારે આપ્યો છે. સરકારે સાફ શબ્દોમાં કહી દીધું છે કે ભારતમાં 'માતાના દૂધ'(Breast Milk)ના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં. 

સરકારે આ મામલે અપનાવ્યું કડક વલણ
સરકારે 'માતાનું દૂધ' (Breast Milk)ના વ્યવસાયિક વેચાણ સામે આ મોટું પગલું ભર્યું છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જો FSSAI લાયસન્સ હેઠળ દૂધ કે ડેરી પ્રોડક્ટ્સના નામ પર  'માતાનું દૂધ' (Breast Milk) વહેંચવાની કોઈ પણ રિપોર્ટ મળી તો એવા કિસ્સામાં સ્ટોક જપ્ત કરવા સાથે સાથે લાઇસન્સ પણ રદ કરવામાં આવશે. આ સતહે જ બીજી કડક કાર્યવાહીઓ પણ કરવામાં આવશે. FSS એક્ટ 2006 અને તેના હેઠળ બનાવેલા નિયમો અનુસાર આવા FBOs (Food Business Operators)  સામે યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવશે. 

જુલાઇ મહિનામાં થઈ હતી મોટી કાર્યવાહી 
નોંધનીય છે કે જુલાઈ મહિનામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ આવી જ એક કંપની સામે કાર્યવાહી કરીને તેનું લાઇસન્સ રદ કર્યું હતું. Neolacta Lifesciences Private Limited (NLPL) નામની કંપની ભારતમાં બ્રેસ્ટ મિલ્ક  (Breast Milk) વહેંચતી હતી અને બેંગલુરુ સ્થિત આ કંપની સામે કેટલાક કાર્યકરોએ વાંધો ઉઠાવ્યો હતો એ પછી FSSAIએ કાર્યવાહી કરી અને આ કંપનીનું લાઇસન્સ રદ કર્યું હતું.

કંપનીએ કર્યો હતો આ દાવો 
વર્ષ 2016 માં સ્થાપિત થયેલ Neolacta ને મૂળ ડેરી પ્રોડક્ટ્સની શ્રેણીમાં  FSSAI ના કર્ણાટક કાર્યાલયમાંથી લાઇસન્સ આપવામાં આવ્યું હતું અને આના પર કાર્યવાહી કરતા FSSAI એ સાફ શબ્દોમે કહ્યું હતું કે ભારતમાં માતાના દૂધ (Breast Milk) ના વેચાણની મંજૂરી નથી. આ સામે Neolacta કંપનીના એમડી સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું કે ડોનેટ કરવામાં આવેલ માતાનું દૂધ (Breast Milk) બ્રેસ્ટ મિલ્ક નો ઉપયોગ મુખ્યત્વે પ્રિમેચ્યોર અથવા બીમાર બાળકો માટે કરવામાં આવે છે. અગાઉના અહેવાલો અનુસાર Neolacta કંપની 300 ml ફ્રોઝન બ્રેસ્ટ મિલ્ક માટે 4,500 રૂપિયા ચાર્જ  કરતી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

FSSAI breast milk ડેરી પ્રોડક્ટ્સ માતાનું દૂધ breast milk
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ