બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શરીરમાં કેમ ઘટી જાય છે વિટામિન Dનું લેવલ? જાણો તેના લક્ષણો અને ઉપાયો
Last Updated: 08:00 PM, 24 May 2024
સ્વસ્થ શરીર માટે દરેક વિટામિન, મિનરલ્સ જેવા પોષક તત્વની જરૂર પડે છે. જો બોડીમાં કોઈ વિટામિનનું લેવલ ઘટી જાય તો અનેક મુશ્કેલીઓ આવી શકે છે. વિટામિન ડી પણ એક મહત્વનું પોષક તત્વ છે. જો તેની કમી થાય તો હાડકા કમજોર થવા લાગે, ભૂખ ઓછી લાગવી, ઊંઘ ઘટી જવી, કમજોરી,રોગ પ્રતકારક શક્તિ ઘટી જવી વિગેરે સમસ્યા ઉભી થાય છે. જે લોકોમાં વિટામિન ડીનું લેવલ ઓછું હોય તે અવાર નવાર બીમાર પડે છે.
ADVERTISEMENT
આજે આપણે અહીંયા તે જાણવાનો પ્રયાસ કરીશું કે વિટામિન ડી કેમ ઘટી જાય છે ? વિટામિન ડી ઘટી જાય તો શું કરવું? શેમાંથી વિટામિન ડી મેળવી શકાય ?
કેમ ઘટી જાય છે વિટામિન ડી ?
ADVERTISEMENT
ખરાબ ફૂડ હેબિટને કારણે વિટામિન ડી ઘટી શકે છે. સૂર્યના કિરણોમાં વિટામિન ડીનું લેવલ સૌથી વધુ હોય છે. જે લોકો સૂર્ય પ્રકાશમાં બિલકુલ નથી રહેતા તેઓમાં વિટામિન ડી ઘટી જવાનો ખતરો વધુ હોય છે. આ સિવાય કિડની ફેલિયર કે કિડનીની કોઈ બીજી બીમારી, કેટલાક કેન્સર, કુપોષણ, આનુવંશિક મતલબ કે જે લોકોના ઘરમાં પહેલાથી કોઈને વિટામિન ડીની કમી હોય તો પરિવારના બીજા વ્યક્તિને પણ આ સમસ્યા આવી શકે છે.
વિટામિન ડી ઘટે તો શું થાય ?
વિટામિન ડીનું કામ શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસને અવશોષિત કરવાનું હોય છે. તે હાડકાને મજબૂત રાખવાનું કામ કરે છે. વિટામિન ડી ઘટી જવાના કારણે કેલ્શિયમ પણ ઘટી જાય છે. તેના કારણે હાડકા સંબંધિત સમસ્યા થઈ શકે છે.
વિટામિન ડી ઘટે તો કરો આ ઉપાય
વિટામિન ડીની કમી પૂરી કરવા કેટલાક આહારની સાથે સપ્લીમેન્ટ્સની પણ જરૂર પડે છે. પરંતુ ડૉક્ટરની સલાહ વગર કોઈ સપ્લીમેન્ટ્સ ન લેવી જોઈએ.
આ પણ વાંચોઃ જમવાની સાથે ચા-કોફી પીવી જોઈએ કે નહીં? એકસપર્ટ પાસેથી જાણો સાચો સમય
આ રીતે પણ મળે છે વિટામિન ડી
વિટામિન ડીની ઉણપ પૂરી કરવા ભોજનમાં કેટલીક વસ્તુઓ એડ કરવી જોઈએ. ફેટી માછલી, ઈંડા, દૂધ, ટ્યૂના જેવા ખાદ્ય પદાર્થમાં ભરપૂર માત્રામાં વિટામિન ડી હોય છે. નટ્સ સીડ્સમાં પણ વિટામીન ડી હોય છે. આ સિવાય તમે અઠવાડિયામાં ત્રણ દિવસ સવારે 15 મિનીટ તડકામાં બેસીને પણ વિટામિન ડી મેળવી શકો છો.
Disclaimer: અહીંયા જણાવેલ નુસ્ખા અને સલાહો કોઈ દવા અને ઈલાજનો વિકલ્પ નથી જેથી તેને અપનાવતા પહેલા ડૉક્ટર કે બીજા કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વર્લ્ડ ડાયાબિટીસ ડે / ડાયાબિટીસના દર્દી બની ગયા છો ખબર કેવી રીતે પડે?, સવાર અને રાતના આ લક્ષણો ન અવગણો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.