બ્રેકિંગ ન્યુઝ
VTV / The government announced Corona's new guideline, saying it needed more caution for one reason
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે કોરોના વાયરસ પર નિયંત્રણ, સાવચેતી અને સર્વેલન્સ માટેની અગાઉની જાહેર કરેલી માર્ગદર્શિકાને 31 જાન્યુઆરી 2021 સુધી લંબાવી દીધી છે. ગૃહ મંત્રાલય દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશમાં કોવિડ -19 ના નવા અને સક્રિય કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ બ્રિટનમાં કોરોના વાયરસ ના નવા સ્ટ્રેઇન મળી આવતા અને વિશ્વના અન્ય બહગઓમાં સંક્રમણના કેસમાં વધારો થતાં સર્વેલન્સ, કંટેનમેન્ટ અને સાવચેતીઓના નિયમોને પહેલાની જેમ જાળવવા જરૂરી છે.

ADVERTISEMENT
ગાઈડલાઇન્સને લાગૂ રાખવામાં આવશે
ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, કન્ટેઈનમેન્ટ ઝોન હજુ પણ કાળજીપૂર્વક ચિહ્નિત કરવામાં આવશે અને આ ક્ષેત્રોમાં ચેપ ફેલાવવાથી બચવા માટે કડક પગલાં લેવામાં આવશે. કોરોના વાયરસ થી સંબંધિત તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવું જોઈએ. તેથી, ગૃહ મંત્રાલય અને આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે 25 નવેમ્બરના રોજ જાહેર કરેલી ગાઈડલાઇન્સને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગૂ રાખવામાં આવશે.
ADVERTISEMENT
શું છે જૂની સરકારી ગાઈડલાઇન્સ ?
૧. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કોવિડ -19 ફેલાવાને રોકવા માટે નાઇટ કર્ફ્યુ જેવા સ્થાનિક પ્રતિબંધો લાદી શકે છે પરંતુ પ્રતિબંધિત વિસ્તારોની બહાર કોઈપણ લોકડાઉન લાદવામાં આવે તે પહેલાં કેન્દ્રની સલાહ લેવી પડશે. મંત્રાલયે કહ્યું, "રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પરિસ્થિતિના આધારે કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે નાઇટ કર્ફ્યુ જેવા સ્થાનિક નિયંત્રણો લાગુ કરી શકે છે."
ADVERTISEMENT
૨. જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ હોય ત્યાં રાજ્ય સરકાર ઑફિસ સમય અથવા અન્ય કોઈ બાબતમાં ફેરફાર કરી શકે છે. કોવિડ પ્રોટોકોલનું કડક અમલ કરવા જિલ્લા પ્રશાસન, પોલીસ અને મ્યુનિસિપલ ઓથોરિટીની જવાબદારી રહેશે.
3. જે લોકો કોવિડ સલામતી માટે સૂચવેલી માર્ગદર્શિકાનું પાલન નથી કરતાં, રાજ્ય સરકારને તેમની પર કાર્યવાહી કરવા માટેની છૂટ રહેશે આમાં માસ્ક લાગુ ન કરવા બદલ, સામાજિક અંતરનું પાલન ન કરવા બદલ દંડ લાદવાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

4. ઇન્ટર સ્ટેટ અને ઇન્ટ્રા સ્ટેટ યાત્રા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોઈ વિશેષ પરવાનગીની જરૂર નહીં રહે.
ADVERTISEMENT
5. જો કોઈ ક્ષેત્રમાં કોરોના કેસોમાં વધારો થાય છે, તો પછી એક દિવસ સિવાય બજાર ખોલવામાં આવશે, જો જરૂરી હોય તો બજાર સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. કન્ટેનમેન્ટ ઝોનમાં બજારો બંધ રહેશે. તે દુકાન માલિકો અને કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા કર્મચારીઓને દુકાનની મુલાકાત લેવાની મનાઈ રહેશે.
6. SOP અનુસાર, માર્કેટ એસોસિએશનો બજારમાં કોરોના માર્ગદર્શિકાને અનુસરવાની કાળજી લેશે. મોનિટરિંગમાં દરેક બજાર માટે પેટા સમિતિની રચના શામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.