The girl made a video and demanded Rs 5 lakh from the in-charge of Rajkot BJP IT cell
રાજકોટ /
રાજકોટ : ભાજપ નેતા સાથે વીડિયો કૉલમાં યુવતી થઈ નિર્વસ્ત્ર, રૂ.પાંચ લાખની માંગણી કરતાં સાયબર સેલ એક્શનમાં
Team VTV03:11 PM, 26 Aug 21
| Updated: 03:51 PM, 26 Aug 21
રાજકોટમાં ભાજપ IT સેલના ઇન્ચાર્જને વીડિયોકોલ કરી યુવતીએ કપડાં ઉતાર્યા પછી 5 લાખ માગ્યા
સાયબર માફિયાની જાળમાં ફસાયા નેતા
રાજકોટ ભાજપ IT સેલના ઇન્ચાર્જ ફસાયા
વીડિયો બનાવી રૂ.5 લાખની કરી માંગણી
જો તમને અજાણ્યા નંબરથી કોઈ યુવતીના વીડિયો કોલ આવે છે તો જરા ચેતી જજો નહીંતર તમે પણ બની શકો છે શિકાર, રાજકોટમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
સાયબર માફિયાની જાળમાં ફસાયા નેતા
રાજકોટ ભાજપના યુવા આગેવનાને અજણ્યા નંબરથી યુવતીનો રાત્રિ દરમિયાન વીડિયો કોલ કરવામાં આવે છે અને બાદમાં યુવતી કપડાં ઉતારી બિભત્સ હરકતો કરવાનું શરૂ કરી દે છે, પરતું વીડિયો કટ કર્યા બાદ તરત જ ફોનમાં મેસેજ આવે છે કે પાંચ લાખ રૂપિયા પહોંચાડી દેજો નહીંતર વીડિયો વાયરલ કરી દેવામાં આવશે.
ભાજપના નેતાને વીડિયો કોલ કરી યુવતી થઇ નિર્વસ્ત્ર
આમ રાજકોટ ભાજપના યુવા નેતા સાયબર માફિયાની જાળમાં ફસાયાઈ જતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેને લઈ રાજકોટ શહેર સાયબર સેલે સમગ્ર મામલે તપાસ હાત ધરી છે ભાજપના યુવા આગેવાનને રાત્રે વીડિયોકોલ આવ્યો હતો, તે સાથે જ યુવતી કપડાં ઉતારવા લાગી હતી, આગેવાને વીડિયો કટ કર્યાની થોડી જ ક્ષણોમાં તેમને મેસેજ આવ્યો હતો અને રૂ.5 લાખની માંગ કરી હતી,
વીડિયો બનાવી રૂપિયા 5 લાખની કરી માંગણી
મહત્વનું છે કે શહેર ભાજપ આઇટી સેલના ઇન્ચાર્જ મનોજ ગરૈયા રાત્રે 1.45 વાગ્યે પોતાના ઘરે સૂતા હતા ત્યારે તેમના મોબાઇલ પર વોટ્સએપ કોલ આવ્યો હતો, આગેવાને ફોન રિસીવ કરતાં જ વીડિયો કોલમાં દેખાતી એક યુવતીએ પોતાના કપડાં ઉતારવાનું શરૂ કર્યું હતું, મનોજ ગરૈયા કંઇ સમજે તે પહેલા તો યુવતીએ તમામ વસ્ત્રો ઉતારી દીધા 30 સેકન્ડ ચાલેલા વીડિયોકોલ બાદ ભાજપના યુવાનેતાએ વીડિયોકોલ કટ કરી નાખ્યો હતો.પરતું ફોન કાપ્યાની થોડી જ વારમાં ફોનમાં મેસેજ આવ્યો કે ‘મજા આવી’ કહી બ્લેકમેઇલિંગ કરી ઓનલાઈનથી રૂપિયા માંગવામાં આવ્યા હતા અને જો નહીં કરે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવતી સમગ્ર મામલે સાયબર સેલમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેને લઈ સાયબર સેલે તપાસ હાથ ધરી છે.
રૂપિયા ન આપતા વીડિયો વાયરલ કરવાની આપી ધમકી
ઉલ્લેખનિય છે કે અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે જેમાં સાયબર માફિયાએ યુવતીનો ન્યૂડ વીડિયો અને તેમાં ચેડાં કરી યુવાનોને એવી સ્થિતિમાં મુકે છે અને પછી વીડિયો વારયલ કરવાની ધમકી આપે છે. અગાઉ પણ સુરત ભાજપના કોર્પોરેટનો આવો જ વિવાદિત વીડિયો સામે આવ્યો હતો ત્યારે હવે રાજકોટ ભાજપના આઈટી સેલાના ઈન્ચાર્જનો બ્લેકમેઈલિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. જો કે આ અંગે સાયબર ક્રાઇમને જાણ કરવામાં આવતા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.