The country's scrap policy will be announced from Gandhinagar tomorrow.
સ્ક્રેપ પોલિસી /
આવતીકાલે ગાંધીનગરથી જાહેર થશે દેશની સ્ક્રેપ પોલિસી, ભંગાર વાહનો માટે આ સ્થળે બનાવાયું દેશનું પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ
Team VTV11:29 AM, 12 Aug 21
| Updated: 04:00 PM, 12 Aug 21
આવતી કાલે દેશભરમાં નવી સ્ક્રેપ પોલિસ જાહેર થનાર છે ત્યારે મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સથી હાજરી આપશે તેમજ કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરી રહેશ ઉપસ્થિત
દેશભરમાં નવી સ્ક્રેપ પોલિસી થશે લાગુ
અલંગમાં શરૂ થશે દેશનો પહેલો સ્ક્રેપ પ્લાન્ટ
રાજ્યમાં 15 અને 20 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાની પોલિસીને લઈને નિર્ણય
આવતી કાલે દેશભરમાં નવી સ્ક્રેપ પોલિસ જાહેર થનાર છે ત્યારે મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સથી હાજરી આપશે તેમજ કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહેશે.
અલંગમાં શરૂ થશે દેશનો પહેલો સ્ક્રેપ પ્લાન્ટ
દેશમાં ઈલેક્ટ્રીક વાહનનોને પોત્સાહન મળે તેમન પ્રદૂષણની માત્ર ઘટે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી પોલિસી જાહેર થનાર છે. આવતી કાલે મહાત્મા મંદિર ખાસે દેશની સ્ક્રેપ પોલિસી જાહેર કરવામાં આવશે, મહત્વનું છે કે રાજ્યમાં જૂના વાહનોને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર સ્ક્રેપ પોલિસી બનાવી રહી છે ત્યારે ગુજરાતમાં આ સ્ક્રેપ વાહનો માટેનો પ્લાન્ટ બનાવવામાં આવે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ પ્લાન્ટ કચ્છ અને ભાવનગરના અલંગમાં બને તેવું મનાઈ રહ્યું છે.
રાજ્યમાં 15 વર્ષ જૂના વાહનને કરાશે સ્ક્રેપ
આ પોલિસી જાહેર કરવામાં આવી રહી છે ત્યારે દેશભરમાંથી 200થી વધુ ઓટોમોબાઈલ ડીલર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. એવું પણ મનાઈ રહ્યું છે કે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ અલંગ ખાતે શરૂ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે વર્તમાનમાં જે સ્ક્રેપ પોલિસી છે જેમાં સરકાર આંશિક સુધારો કરશે બાદમાં કેન્દ્ર સરકાર સ્ક્રેપ પોલિસી લાગુ કરવા જઈ રહી છે.
કેન્દ્ર સરકારે લાગુ કરી છે સ્ક્રેપ પોલિસી
મહત્વનું છે કે લોકસભામાં બજેટ સત્રમાં સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરાઈ હતી ત્યારે બાદ રાજ્ય સરકારે સ્ક્રેપ પોલિસીના નીતિ નિયમો પર ચર્ચા શરૂ કરી છે. ગુજરાતમાં પણ કેન્દ્રના નિયમો પ્રમાણે જ પોલિસી લાગુ કરી શકાશે, જોકે તેમાં સુધારો વધારો થઈ શકે છે. નવા નિયમો પ્રમાણે વર્ષ 2005 પહેલાંના વાહનો સ્ક્રેપ થશે, ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 20 વર્ષ બાદ વાહનોને સ્ક્રેપ કરવાની પોલિસી અંગે વિચારણાં હાથ ધરાઈ છે જે આવતી કાલે ગાંધીનગરથી જાહેર થનાર છે.
સ્ક્રેપ પોલિસીમાં રાજ્ય સરકાર કરશે સુધારો
ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં અલંગ અને કચ્છ ખાતે સ્ક્રેપ વ્હીકલ પાર્ક આવેલો છે. રાજ્યમાં 20 વર્ષ થયા બાદ હવે સ્ક્રેપ પોલિસી અંગે ચર્ચા-વિચારણા થઈ રહી છે. જેને લઈ ગુજરાત સરકાર નીતિમાં સુધારો કરીને વિધાનસભામાં પોલિસના અંગે ચર્ચા કરશે. એવું મનાઈ રહ્યું છે કે નવા નિયમો પ્રમાણે વર્ષે 2005 પહેલાંના વાહનો સ્ક્રેપ થશે, જેમાં ટુવ્હીલર અને ફોર વ્હીલરને 15 વર્ષની મર્યાદા અપાશે.