બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / સ્પોર્ટસ / Cricket / The Board of Control for Cricket in India announced the IPL 2023 schedule

BIG BREAKING / IPL 2023નું શિડ્યુલ જાહેર, 31 માર્ચે પહેલી મેચ અમદાવાદમાં, ગુજરાત-ચેન્નાઈ ટકરાશે, જુઓ આખું લિસ્ટ

Malay

Last Updated: 07:02 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે IPL 31 માર્ચથી શરૂ થશે. ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 21 મેના રોજ રમાશે.

  • IPL 2023નું શેડ્યૂલ જાહેર
  • 31 માર્ચથી શરૂ થશે  IPL 2023
  • ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 21 મેના રોજ રમાશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે IPL 31 માર્ચથી શરૂ થશે. ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 21 મેના રોજ રમાશે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 70 લીગ મેચો રમાશે.

No description available.
GT અને CSK વચ્ચે પ્રથમ મેચ

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે મેચ
આ વખતે IPLમાં ઓપનિંગ મેચ અમદાવાદમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળની ગુજરાત ટાઇટન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે.

 

આ વખતે કુલ 70 લીગ મેચો રમાશે
IPL 2023 સિઝનની ઓપનિંગ મેચ અમદાવાદમાં રમાશે. આ વખતે ટૂર્નામેન્ટમાં 10 ટીમોની વચ્ચે કુલ 70 લીગ મેચો રમાશે. આ દરમિયાન ફેન્સને 18 ડબલ હેડર જોવા મળશે. ડબલ હેડર એટલે એક દિવસમાં બે મેચ રમાશે.

2 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ
IPL 2022માં ગુજરાત ટાઇટન્સે ટાઇટલ જીત્યું હતું. ગુજરાત ટાઇટન્સે ફાઈનલ મેચમાં સંજુ સેમસનની કેપ્ટશિપવાળી રાજસ્થાન રોયલ્સની ટીમને હરાવી હતી. આ વખતે માત્ર ગુજરાતની ટીમ જ ટૂર્નામેન્ટની આપનિંગ મેચ રમશે. જ્યારે આ વખતે રાજસ્થાનની ટીમ તેની પ્રથમ મેચ 2 એપ્રિલે રમશે. તે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ટકરાશે.

IPL Auction : કયા ખેલાડીને કઈ ટીમે ખરીદ્યો? જુઓ આખું લિસ્ટ | IPL Auction:  Which player was bought by which team? See the full list

IPL 2023ની પ્રથમ 5 મેચ
- ચેન્નાઈ સુપર કિંગ્સ અને  ગુજરાત ટાઇટન્સ, 31 માર્ચ 
- પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ, 1 એપ્રિલ 
- લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ, 1 એપ્રિલ
- સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ, 2 એપ્રિલ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ, 2 એપ્રિલ

IPL 2023ના ગ્રુપ
ગ્રુપ-A: મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ.
ગ્રુપ-B: ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ.

10 ટીમો 12 સ્થળો પર કુલ 70 લીગ મેચ રમશે
IPL 2023ની મેચો કુલ 12 સ્થળો પર રમાશે. આ વખતે ગુવાહાટી, ધર્મશાળામાં પણ IPL મેચો યોજવાની  છે. આ વખતે મેચો અમદાવાદ, મોહાલી, લખનઉ, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી, ધર્મશાળાના સ્ટેડિયમમાં રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ