બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / વિશ્વ / 'Thank you for the support', Israeli ambassador praises PM Modi's tweet amid conflict with Hamas

નિવેદન / 'સમર્થન બદલ આભાર', હમાસ સાથેના સંઘર્ષ વચ્ચે PM મોદીના ટ્વિટ પર ઇઝરાયલી રાજદૂતે કરી પ્રશંસા

Priyakant

Last Updated: 04:29 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambassador of Israel Statement News: ઇઝરાયલના રાજદૂતે પીએમ મોદીના ટ્વિટ અંગે કહ્યું કે, અમને ભારતના વડાપ્રધાન તરફથી સમર્થન મળ્યું,  ભારત આતંકવાદને સારી રીતે ઓળખે છે

  • હમાસ સાથેના સંઘર્ષ વચ્ચે  ઇઝરાયલી રાજદૂતે કરી PM મોદીની પ્રશંસા
  • ઇઝરાયલના રાજદૂતે માન્યો PM મોદીનો આભાર
  • ભારત આતંકવાદને સારી રીતે ઓળખે છે: ઇઝરાયલના રાજદૂત 

Ambassador of Israel Statement : પેલેસ્ટાઈનની ગાઝા પટ્ટીથી કાર્યરત આતંકવાદી જૂથ 'હમાસ'એ 7 ઓક્ટોબરે સવારે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકોને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. પુરુષ હોય, સ્ત્રીઓ હોય કે બાળકો હોય, હમાસના આતંકવાદીઓએ કોઈને પણ છોડ્યા ન હતા. આ હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી છે. ઇઝરાયેલ પરના આ હુમલાની વિશ્વના ઘણા દેશોના વડાઓએ નિંદા કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.

પીએમ મોદીના ટ્વીટ પર ઈઝરાયેલની પ્રતિક્રિયા
પીએમ નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના સમર્થનમાં કરેલા ટ્વીટના જવાબમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, આ હુમલામાં ઘણા વિદેશી નાગરિકો પણ ઘાયલ થયા છે. પરંતુ હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. આ હુમલામાં ઈઝરાયેલના નાગરિકોને પણ જાનહાનિ થઈ છે. આ હુમલામાં ઇઝરાયેલ અને બિન-ઇઝરાયેલ નાગરીકોને જાનહાનિ થઇ છે. અમને હજી સુધી આ વિશે સંપૂર્ણ માહિતી મળી નથી, પરંતુ અમારી પાસે માહિતી મળતાં જ અમે તેને શેર કરીશું. પીએમ મોદીના ટ્વિટ અંગે તેમણે કહ્યું કે અમને ભારતના વડાપ્રધાન તરફથી સમર્થન મળ્યું છે.

ભારત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી
તેમણે કહ્યું કે, પીએમ મોદી સિવાય, ઇઝરાયલને ભારતના ઘણા મંત્રીઓ, ઉદ્યોગપતિઓ, સનદી અધિકારીઓનું સમર્થન મળ્યું છે, જેનાથી હું ખૂબ જ ખુશ છું. સોશિયલ મીડિયા એવા લોકોથી ભરેલું છે જે ઇઝરાયલના સમર્થનમાં છે. અમે તેની પ્રશંસા કરીએ છીએ. અમે આની ભારપૂર્વક પ્રશંસા કરીએ છીએ. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે ભારત વિશ્વનો એક મહત્વપૂર્ણ દેશ છે. બીજું, ભારત એવો દેશ છે જે આતંકવાદને સારી રીતે જાણે છે. અમે ખૂબ જ આભારી છીએ. ઈઝરાયેલને માત્ર નૈતિક અને રાજકીય સમર્થનની જરૂર છે. અમે જમીન પર કેવી રીતે કામ કરવું તે જાણીએ છીએ. હમાસ વિરુદ્ધ અમારી યોજનાને અમલમાં મૂકવાની જરૂર છે, જેથી હમાસ ફરી ક્યારેય કોઈને ધમકી ન આપી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ