બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / temple of mata parvati right in front of lord shiva in somnath

મંદિર નિર્માણ / સૌપ્રથમ વખત બનશે આવું મંદિર, સોમનાથ મંદિરની સામે નંખાઈ આધારશિલા

Published By: Premal

Last Updated: 05:23 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સોમનાથ મંદિરના પરિસરમાં ઘણી યોજનાઓનો શિલાન્યાસ કર્યો. જેમાં સોમનાથ સમુદ્ર દર્શન રસ્તો, સોમનાથ પ્રદર્શની કેન્દ્ર અને નવીનીકરણ અહિલ્યાબાઈ હોલકર મંદિરનું પરિસર સામેલ છે.

  • PM મોદીએ સોમનાથ મંદિર પરિસરમાં યોજનાઓનો કર્યો શિલાન્યાસ
  • સોમનાથ મંદિરની સામે બનશે પાર્વતી માતાનું મંદિર
  • મંદિરના નિર્માણમાં કુલ 30 કરોડ રૂપિયાનો થશે ખર્ચ

આસ્થાના આતંકને કચડી શકાય નહીં: PM મોદી

આ કાર્યક્રમ દરમ્યાન વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરની સામે એક પાર્વતી મંદિરની આધારશિલા મુકી. આસ્થાના મહત્વને સમજાવીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આસ્થાના આતંકને કચડી શકાય નહીં.

આ પ્રકારનું પ્રથમ મંદિર હશે

માહિતી મુજબ, પાર્વતી મંદિરના નિર્માણમાં કુલ 30 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. સોમનાથ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી પ્રવીણ લહેરી મુજબ, માતા પાર્વતીનું આ મંદિર સફેદ પત્થરોથી બનાવવામાં આવશે અને તેની ઉંચાઈ લગભગ 71 ફૂટ રહેશે. તેમણે જણાવ્યું કે, આ મંદિર સોમનાથ મંદિરની સામે બનશે. આ પ્રકારનું પ્રથમ મંદિર હશે. આ મંદિરનું નિર્માણ 66 સ્થંભોની સાથે કરવામાં આવશે. જેનું ક્ષેત્રફળ 18,891 ફૂટ હશે.

કેમ બનાવવામાં આવી રહ્યું છે પાર્વતી મંદિર?

મંદિરના એક ટ્રસ્ટીએ જણાવ્યું કે, ભગવાન ભોળાનાથના મંદિરની પાસે જ શિવ પરિવારની પરંપરા રહી છે. આ પરંપરાને ધ્યાનમાં રાખીને પાર્વતી માતાનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, શિવ પરિવારમાં ભગવાન ગણેશ, ગંગાજી અને હનુમાનજીની મૂર્તિઓનો પણ સમાવેશ થાય છે.

1783માં બનાવવામાં આવ્યું હતું મંદિર

મહત્વનું છે કે, અહિલ્યાબાઈ હોલ્કર મંદિર જૂના સોમનાથના નામથી ઓળખાય છે. આ મંદિર મુખ્ય મંદિરની સામેની દિશામાં સ્થિત છે અને તેના નવીનીકરણમાં 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સોમનાથ પર જ્યારે હુમલો થયો હતો ત્યારે અહિલ્યાબાઈ હોલ્કરના બનાવેલા મંદિરમાં જ સોમનાથની પૂજા થતી હતી. તેમણે 1783માં આ મંદિર બનાવડાવ્યું હતું.

 

સંકળાયેલા મુદ્દાઓ

Lord Shiva Mata Parvati Temple somnath Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ