બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / telegram users beware hackers are active
ADVERTISEMENT
ઉદ્યોગપતિના નામે મેસેજ મોકલ્યો
તાજેતરમાં કેટલાંક એવા કેસ પોલીસના સાયબર સેલની પાસે પહોંચ્યા છે. શહેરના એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના ટેલિગ્રામને હેક કરી તેના સંપર્કમાં આવતા લોકોને ઠગે 8 ઓક્ટોબરે રૂપિયાની જરૂરીયાત હોવાને પગલે રકમ આપવાનો મેસેજ મોકલ્યો. આટલા મોટા વેપારીને રૂપિયાની જરૂર છે અને તેઓ રકમ માગી રહ્યાં છે. આ વાત તેમના સ્વજનોને પચી નહીં. કેટલાંક લોકોએ મજાક સમજીને મેસેજને નજર અંદાજ કર્યો. તો કેટલાંક લોકોએ રકમ નાખી દીધી. કેટલાંક લોકોએ વેપારી સાથે સીધો સંપર્ક કર્યો. સીધો સંપર્ક કર્યા બાદ રહસ્ય ખુલ્યુ કે ટેલિગ્રામ હેક કરી રકમ મગાવાઈ રહી છે. જેના પર વેપારીએ ઔદ્યોગિક ક્ષેત્ર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
ADVERTISEMENT

સાવધાન રહો અને સીધો સંપર્ક કરો
ADVERTISEMENT
નિષ્ણાંતો માને છે કે હેકર અત્યારે ખૂબ સક્રિય છે. જો ફેસબુકના મેસેન્જર અથવા કોઈ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈના નામથી કોઈ રકમની માંગ કરે છે તો રકમ જમા કરવાના બદલે પોતાના મિત્ર અથવા તે પરિચિત વ્યક્તિનો સીધો સંપર્ક કરો. જેના નામે રકમ મંગાવવામાં આવી છે. જેનાથી છેતરપિંડી થતી અટકી જશે.
તપાસ કર્યા બાદ પગલા વધારો
ADVERTISEMENT
મોટાભાગના લોકો આ પ્રકારની વાતોને ગંભીરતાથી ના લઇને સીધી રકમ ટ્રાન્સફર કરી દે છે. તેઓ એવુ પણ તપાસતા નથી કે હેકર જે ખાતા નંબર આપી રહ્યો છે તે કોનો છે. આ પ્રકારની છેતરપિંડીથી બચવાનો એક સીધો ઉપાય એ છે કે તેઓ સીધો સંપર્ક કરે અથવા પોલીસની મદદ લે. ઘણી વખત વેકેન્સીના નામે પણ છેતરપિંડી થાય છે તો સ્થાનિક કાર્યાલય પાસેથી પણ તેની માહિતી લઇ શકો છો કે હકીકતમાં આવુ થયુ છે કે નહીં. આમ કરીને લોકો છેતરપિંડીથી બચી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.