ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / Teddy Day: ફક્ત ટેડી જ નહીં, પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરવા આપો આ ગિફ્ટ
Last Updated: 09:05 AM, 10 February 2026
ADVERTISEMENT
ટેડી ડે વેલેન્ટાઇન ડેના ચોથા દિવસે એટલે કે આજે10 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ કપલ માટે ખૂબ જ ખાસ છે. લોકો તેમના પાર્ટનરને વિવિધ ટેડી બિયર ગિફ્ટમાં આપે છે. ફક્ત ટેડી બિયર જ નહીં, તમે તમારા પાર્ટનરને ખાસ ફીલ કરાવવા માટે વિવિધ પ્રકારની સુંદર ગિફ્ટ્સ પણ આપી શકો છો. આવો વિવિધ સુંદર ગિફ્ટ આઇડિયા વિશે જાણીએ...
ADVERTISEMENT
બિયર રિંગ
ટેડી બિયરને બદલે, તમે તમારા પાર્ટનર ને ટેડી બિયર વીંટી, પેન્ડલ કે બ્રેસલેટ પણ આપી શકો છો. તેને પહેરવાથી તેમની હાથ ની સુંદરતા ખુબ જ વધી જશે.
ADVERTISEMENT
ફોટો એલ્બમ
જો તમે ટેડી ડેને ખાસ બનાવવા માંગતા હોય, તો તમે તેને તમારા પોતાના હાથે બનાવેલ એક કસ્ટમાઇઝ્ડ ફોટો આલ્બમ આપી શકો છો. તમે તેમાં તમારી મીઠી પળોના કસ્ટમાઇઝ્ડ ફોટા ઉમેરી શકો છો. તે જોઈને તે ખુશ થશે.
ADVERTISEMENT
પર્સનલાઇઝ જ્વેલરી
જો તમે આ દિવસને તમારા પાર્ટનરને ખાસ બનાવવા માંગતા હોય, તો તમે તેમને પર્સનલાઇઝ્ડ જ્વેલરી ગિફ્ટમાં આપી શકો છો. તમારા પાર્ટનર તેને જોઇ ખુશ થશે. તમે નેકલેસ, બ્રેસલેટ અથવા વીંટી બનાવી શકો છો.
ADVERTISEMENT
સજાવટની વસ્તુ
જો તમે તેમને ટેડી ઉપરાંત કંઈક સુંદર ગિફ્ટ આપવા માંગો છો, તો તમે તેમને આકર્ષક ઘર સજાવટની વસ્તુઓ પણ આપી શકો છો. તમે તેમના ઘરને સજાવવા માટે ડેકોરેટિવ વસ્તુઓ આપી શકો છો.
ADVERTISEMENT
સ્માર્ટ વોચ
આજકાલ, મોટાભાગના લોકો સ્માર્ટવોચ પહેરવાનું પસંદ કરે છે. જો તમે ટેડી ડેને ખાસ બનાવવા માંગતા હોય, તો તમે આવી સ્માર્ટવોચ ગિફ્ટમાં આપી શકો છો. તેને જોઈને ચોક્કસ તેમના ચહેરા પર ચમક આવશે.
સંકળાયેલા મુદ્દાઓ