ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શિયાળામાં ફરવાનો પ્લાનિંગ કરી રહ્યાં છો? તો ફ્રીજના આ સેટિંગ્સ જરૂરથી ચેન્જ કરી દેજો
Last Updated: 09:33 AM, 20 January 2026
ADVERTISEMENT
Refrigerator Winter Settings: શિયાળામાં જ્યારે કેટલાક દિવસો માટે ઘરની બહાર જવાનું હોય ત્યારે ફ્રિજનું સેટિંગ પણ બદલું ખૂબ જ જરૂરી છે. પણ ઘણા લોકો આમ નથી કરતાં. પણ શિયાળામાં ફ્રિજનું ખોટું સેટિંગ વીજળીનું બિલ તો વધારે જ છે, પણ સાથે જ મશીન પર વધારે દબાણ નાખે છે. એવામાં સેટિંગ બદલીને વીજળી બચાવી શકાય સાથે જ ફ્રિજ પણ સુરક્ષિત રાખી શકાય છે.
ADVERTISEMENT

તાપમાન નોર્મલ રાખો - શિયાળામાં વાતાવરણમાં ઠંડી વધારે હોય છે, એટલા માટે ફ્રિજને વધારે ઠંડું રાખવાનું જરૂર નથી પડતી. જો કેટલાક દિવસો માટે બહાર જતાં હોય તો ફ્રિજનું તાપમાન સૌથી ઓછા લેવલ પર સેટ કરી ડો. ઘણા ફ્રીજમાં આ સેટિંગ 1 થી 5 કે Coldથી Coldest હોય છે. એટલે ફ્રિજને 1 કે 2 પર સેટ કરી શકો. ઠંડક ઓછી રાખવાથી કોમ્પ્રેસર પર દબાણ નથી પડતું અને વીજળી પણ બચે છે. આનાથી ફ્રિજ આરામથી કામ કરે છે અને બિલ પણ કંટ્રોલમાં રહે છે.
ADVERTISEMENT
હોલિડે મોડ - આજકાલ નવા ફ્રિજમાં હોલિડે મોડ કે વેકેશન મોડનું ઓપ્શન આપવામાં આવે છે. આ મોડને ઓન કરવાથી ફ્રિજમાં એવું તાપમાન સેટ થઈ જાય છે, જેનાથી ખરાબ ગંધ કે ભેજની સમસ્યા નથી થતી. જો ફ્રિજમાં આ સુવિધા હોય તો બહાર જતાં પહેલા આ મોડ પર ફ્રિજ સેટ કરી દેવું. આ સેટિંગ એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે, જેઓ લાંબા સમય સુધી ઘરની બહાર રહે છે.

ADVERTISEMENT
ડીફ્રોસ્ટ કરવું જરૂરી - જો ફ્રિજ ડાયરેક્ટ કૂલ ટેકનોલોજીવાળું છે અને તેની પાછળ કાળી જાળી લાગેલી છે, તો વેકેશન પર જતાં પહેલા તેને ડીફ્રોસ્ટ કરવું જરૂરી છે. મેન્યુઅલ ડીફ્રોસ્ટ કરવાથી ફ્રિઝરમાં જામેલો વધારાનો બરફ પીગળી જાય છે. વધારે બરફ જામી જવાથી કોમ્પ્રેસર પર લોડ વધે છે, જેનાથી વીજળી વધારે વપરાય છે. ડીફ્રોસ્ટ કરવાથી ફ્રિજ સ્મૂધ રીતે કામ કરે છે.

ADVERTISEMENT
ફ્રિજ ખાલી ન રાખો - ઘણા લોકો બહાર જતાં પહેલા ફ્રિજ ખાલી કરી નાખે છે, પણ આમ ન કરવું જોઈએ. ભરેલા ફ્રિજમાં ઠંડક યોગ્ય રીતે જળવાઈ રહે છે. જો ખાવા-પીવાથી વસ્તુઓ કાઢી નાખો છો, તો ફ્રિજમાં પાણી ભરેલી કેટલીક બોટલ મૂકી દેવી જોઈએ. આ બોટલ્સ થર્મલ માસ તરીકે કામ કરે છે અને અંદરનું તાપમાન સ્ટેબલ રાખે છે. આનાથી કોમ્પ્રેસરે વારંવાર ચાલુ નથી થવું પડતું અને વીજળી બચે છે.
આ પણ વાંચો: માત્ર વજન ઉઠાવવાથી બૉડી નથી બનતી, મજબૂત મસલ્સ માટે જરૂરી છે આ 7 ફૂડ્સ
ADVERTISEMENT
6 ઇંચ દૂર રાખવું - ફ્રિજમાંથી પાછળની બાજુએથી હંમેશા ગરમ હવા બહાર નીકળે છે. એટલા માટે ઘરની બહાર નીકળતા પહેલા ફ્રિજ અને દીવાલ વચ્ચે ઓછામાં ઓછું 6 ઇંચનું અંતર જરૂર રાખવું. આનાથી હીટ સરળતાથી બહાર નીકળે છે અને કોમ્પ્રેસર પર દબાણ નથી પડતું. જો શક્ય હોય તો સ્માર્ટ પ્લગ વાપરો, તો બહારથી પણ ફ્રિજને થોડા સમય માટે ઓન કે ઓફ કરી શકાય, આનાથી ફ્રિજને બ્રેક મળે છે અને વીજળી બચે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.