બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હવે હેલ્લો-હેલ્લો, નહીં કરવું પડે! હાઇવે પર કનેક્ટિવિટીને લઇ TRAIનો પ્રિ-પ્લાન તૈયાર

ટેક્નોલોજી / હવે હેલ્લો-હેલ્લો, નહીં કરવું પડે! હાઇવે પર કનેક્ટિવિટીને લઇ TRAIનો પ્રિ-પ્લાન તૈયાર

Priykant Shrimali

Last Updated: 12:36 PM, 7 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Highway Network issue : હવે હાઇવે પર નેટવર્કની મુશ્કેલી નહીં, સરકારની નવી પહેલ, એક જ ક્લિકમાં જાણો તમામ માહિ

Highway Network issue : જો તમે પણ હાઇવે પર મુસાફરી કરતાં હોય તો આ સમાચાર તમારી માટે છે. આજના ડિજિટલ સમયમાં મોબાઇલ નેટવર્ક આપણી રોજિંદી જરૂરિયાત બની ગયું છે. પરંતુ હાઇવે પર મુસાફરી કરતી વખતે ઘણી વાર લોકો નબળા નેટવર્કના કારણે પરેશાન થાય છે. ક્યાંક કોલ કટ થઈ જાય છે તો ક્યાંક ઇન્ટરનેટ પૂરેપૂરું બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં કટોકટી સમયે મદદ મેળવવી પણ મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાને ગંભીરતાથી ધ્યાનમાં લઈ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) હવે હાઇવે પર નેટવર્ક કનેક્ટિવિટી સુધારવા માટે આગળ આવી છે.

હાઇવે પર નેટવર્ક ન હોય તેવા વિસ્તારોની ઓળખ

NHAI એ દેશભરના આશરે 1,750 કિલોમીટર લાંબા હાઇવે પર 424 એવા સ્થળો ઓળખ્યા છે જ્યાં મોબાઇલ નેટવર્કની સમસ્યા સતત જોવા મળે છે. આ વિસ્તારોમાં ખાસ કરીને ગ્રીનફિલ્ડ હાઇવે અને દૂરસ્થ ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે. આ તમામ માહિતી NHAI દ્વારા ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ને આપવામાં આવી છે, જેથી ટેલિકોમ કંપનીઓને ત્યાં યોગ્ય નેટવર્ક સુવિધા પૂરી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવી શકે.

જાહેર સલામતી સાથે જોડાયેલ મહત્વપૂર્ણ મુદ્દો

NHAI નું માનવું છે કે હાઇવે પર મજબૂત નેટવર્ક માત્ર સુવિધા માટે જ નહીં, પરંતુ જાહેર સલામતી માટે પણ ખૂબ જરૂરી છે. નેટવર્ક ન હોવાને કારણે અકસ્માત સમયે એમ્બ્યુલન્સ, પોલીસ અથવા અન્ય ઇમરજન્સી સેવાઓને સંપર્ક કરવામાં વિલંબ થાય છે, જે ગંભીર પરિણામ લાવી શકે છે. ખાસ કરીને જે હાઇવે દૂરના વિસ્તારોમાંથી પસાર થાય છે ત્યાં વિશ્વસનીય નેટવર્ક હોવું અત્યંત જરૂરી બની જાય છે.

હાઇવે પર પ્રવેશતા જ મળશે સલામતી ચેતવણી

NHAI ની યોજના અહીં પૂરતી નથી. ઓથોરિટી હવે એક નવી અને ઉપયોગી વ્યવસ્થા લાવવા માંગે છે. યોજના મુજબ જો કોઈ વાહનચાલક અકસ્માત સંભવિત વિસ્તારમાં પ્રવેશે તો તેના મોબાઇલ પર SMS અથવા ફ્લેશ એલર્ટ દ્વારા ચેતવણી સંદેશ મોકલવામાં આવશે. આ સંદેશ દ્વારા લોકોને આગોતરી જાણ મળશે કે, તેઓ જોખમી વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે અને વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. આ માટે પણ NHAI એ TRAI સાથે ચર્ચા શરૂ કરી છે અને આવા તમામ સ્થળોની યાદી પણ આપી છે.

આ પણ વાંચો : તો દરેકના ખાતામાં ₹46,715 આવશે? વાયરલ મેસેજ પાછળનું સત્ય જાણવું જરૂરી

જો આ યોજના સફળતાપૂર્વક અમલમાં આવશે તો હાઇવે પર મુસાફરી કરનાર લોકોને મજબૂત નેટવર્ક, વધુ સુરક્ષા અને વિશ્વસનીય સંચાર સુવિધા મળશે. લાંબી મુસાફરી દરમિયાન “હેલો-હેલો” કહેવાની જરૂર નહીં પડે અને ઈમરજન્સી સમયમાં તરત મદદ મેળવી શકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mobile connectivity SMS safety warning Highway network issue
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ