ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / તો દરેકના ખાતામાં ₹46,715 આવશે? વાયરલ મેસેજ પાછળનું સત્ય જાણવું જરૂરી

PIB ફેક્ટ ચેક / તો દરેકના ખાતામાં ₹46,715 આવશે? વાયરલ મેસેજ પાછળનું સત્ય જાણવું જરૂરી

Published By: Priykant Shrimali

Last Updated: 09:38 AM, 7 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PIB Fact Check : એક મેસેજમાં દાવો કરવામાં આવે છે કે, ભારત સરકાર દેશના દરેક નાગરિકના બેંક ખાતામાં ₹46,715 જમા કરાવવા જઈ રહી છે, જો તમને પણ આવો કોઈ મેસેજ આવ્યો છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે.

ADVERTISEMENT

PIB Fact Check : છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવે છે કે, ભારત સરકાર દેશના દરેક નાગરિકના બેંક ખાતામાં ₹46,715 જમા કરાવવા જઈ રહી છે. કેટલાક લોકો તો આને સરકાર દ્વારા આર્થિક સંકટ દૂર કરવા માટેનું મોટું પગલું પણ ગણાવી રહ્યા છે. જો તમને પણ આવો કોઈ મેસેજ આવ્યો છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે.

PIB દ્વારા દાવો ખોટો જાહેર

ભારત સરકારની સત્તાવાર માહિતી એજન્સી પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ આ વાયરલ મેસેજની તપાસ કરી હતી. PIBની ફેક્ટ ચેક ટીમે સ્પષ્ટ કર્યું છે કે, નાણા મંત્રાલયે આવી કોઈ યોજના ન તો જાહેર કરી છે અને ન તો શરૂ કરી છે. એટલે કે દરેકના ખાતામાં પૈસા જમા થવાના દાવામાં કોઈ સત્ય નથી.

આ વાયરલ સંદેશ સાથે એક લિંક અથવા “Support માટે નોંધણી કરો” નામનું બટન પણ આપવામાં આવે છે. આવા બટન અથવા લિંક સામાન્ય રીતે ફિશિંગ સ્કેમ માટે વપરાય છે.

ફિશિંગ એટલે શું?

ફિશિંગ એ એક પ્રકારની સાયબર છેતરપિંડી છે, જેમાં લોકો પાસેથી તેમની બેંક માહિતી, OTP, કાર્ડ નંબર અથવા અન્ય વ્યક્તિગત વિગતો ખોટી રીતે મેળવી લેવામાં આવે છે. નોંધણીના બહાને સ્કેમર્સ તમારી મહત્વપૂર્ણ માહિતી ચોરી શકે છે.

સરકારની નાગરિકોને અપીલ

સરકારે નાગરિકોને સ્પષ્ટ રીતે ચેતવણી આપી છે કે, સોશિયલ મીડિયા પર ફરતા આવા મેસેજ પર વિશ્વાસ ન કરો, કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો, તમારી બેંક વિગતો, OTP, CVV કે આધાર માહિતી કોઈ સાથે શેર ન કરો, કોઈપણ યોજના વિશે માહિતી મેળવવા માટે માત્ર સરકારી સત્તાવાર વેબસાઇટ પર જ વિશ્વાસ કરો. જો તમને આવા ખોટા મેસેજ મળે, તો તેને ફોરવર્ડ કરવાની બદલે સાયબર સેલ અથવા PIB ફેક્ટ ચેકને જાણ કરવી વધુ યોગ્ય છે.

આ પણ વાંચો : મોડી રાત્રે દિલ્હીમાં તણાવ, મસ્જિદ પાસે MCDની કાર્યવાહી બાદ પથ્થરમારો, પોલીસ અને ભીડ વચ્ચે અથડામણ

પોતાને સાયબર છેતરપિંડીથી કેવી રીતે બચાવશો?

આજના ડિજિટલ યુગમાં સાયબર ઠગો દરરોજ નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે. પોતાને સુરક્ષિત રાખવા માટે અજાણી લિંક્સ પર ક્લિક કરતા પહેલા બે વાર વિચાર કરો, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ રાખો, મોબાઈલ અને કમ્પ્યુટરમાં એન્ટીવાયરસ ઉપયોગ કરો, શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત પોલીસ અથવા બેંકને જાણ કરો. થોડી સમજદારી અને સાવધાની તમને મોટી આર્થિક છેતરપિંડીથી બચાવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral Message PIB Fact Check Fake Government Scheme

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ