બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / શોપિંગ / આઈફોન લવર્સને મોટો ઝટકો! iPhone 17 સિરીઝને લઈ આવ્યા ખરાબ સમાચાર
Last Updated: 04:23 PM, 17 August 2025
Apple iPhone 17 લાઇનઅપ સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થવા જઈ રહ્યું છે. જેમ જેમ લોન્ચ નજીક આવી રહ્યું છે તેમ તેમ આ હેન્ડસેટ વિશે ઘણા લીક્સ બહાર આવી રહ્યા છે. તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે iPhone 17 Proની કિંમતમાં વધારો થશે. આ વધારો 4400 રૂપિયા સુધીનો હોઈ શકે છે. આ ઉપરાંત કંપની iPhone 17 Air પણ લોન્ચ કરી શકે છે.
ADVERTISEMENT
જો આપણે છેલ્લા ત્રણ વર્ષના ટ્રેન્ડ પર નજર કરીએ તો Apple કંપની આ વર્ષે પણ સપ્ટેમ્બરમાં એટલે કે આવતા મહિને નવો iPhone લોન્ચ કરી શકે છે. કંપની સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં લોન્ચ કરશે. આ વર્ષે લોન્ચ થનારા iPhone 17ની કિંમત અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે એક લીક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં લોન્ચ થનારા iPhone 17 Prની કિંમતમાં વધારો થઈ શકે છે.

ADVERTISEMENT
એક રિપોર્ટ્સ અનુસાર iPhone 17 Proની કિંમતમાં 50 યુએસ ડોલર એટલે કે લગભગ 4372 રૂપિયાનો વધારો થઈ શકે છે. આ માહિતી IndiaToday એ એક ટિપસ્ટરને ટાંકીને આપી છે. કંપની કમ્પોનન્ટ્સના વધેલા દરો અને અન્ય કરને કારણે કિંમતમાં વધારો કરી શકે છે. iPhone Pro પહેલેથી જ એક મોંઘો ફોન છે.
બેઝ સ્ટોરેજ વેરિઅન્ટ વધશે
ADVERTISEMENT
અન્ય અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કિંમતમાં વધારા સાથે કંપની બેઝ વેરિઅન્ટનું સ્ટોરેજ 128GB થી 256GB સુધી વધારી શકે છે. આવી સ્થિતિમાં વપરાશકર્તાઓને વધુ સ્ટોરેજ સ્પેસ મળશે. અત્યાર સુધી સ્ટોરેજ વધારવા માટે લગભગ 10 હજાર રૂપિયા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
આ પણ વાંચો: શાહરૂખ ખાનના દીકરાની 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'નો પહેલો વીડિયો આઉટ, ફેન્સ થયા ક્રેઝી
ADVERTISEMENT
શું નવા ટેરિફને કારણે કોઈ અસર થશે?
યુએસ દ્વારા નવા ટેરિફ નિયમો લાગુ થયા પછી વિશ્વભરમાં સપ્લાય ચેઇન પર અસર થઈ શકે છે. ઘણા જૂના અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આગામી iPhone 17, 17 Pro શ્રેણીની કિંમત વધશે.
ADVERTISEMENT
કમ્પોનન્ટ્સ પણ મોંઘા થઈ રહ્યા છે
નિષ્ણાત માને છે કે મોંઘા ઉત્પાદન ખર્ચ, ઉચ્ચ કમ્પોનન્ટ ખર્ચને કારણે કંપની કિંમતોમાં વધારો કરી શકે છે. આ વધારો iPhone 17 શ્રેણી અને iPhone 17 Pro લાઇનઅપ બંને પર લાગુ થઈ શકે છે. હજુ સુધી કંપનીએ કિંમતો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે ભારતમાં તેની કેટલી અસર પડશે તે આગામી દિવસોમાં જ ખબર પડશે.
ADVERTISEMENT
iPhone 17 Air પણ લોન્ચ કરવામાં આવશે
Apple આ વર્ષે iPhone 17 Air લોન્ચ કરશે જે સ્લિમ થીમ આધારિત સ્માર્ટફોન હશે. આ હેન્ડસેટ Samsung Galaxy S25 Edge સાથે સ્પર્ધા કરશે. iPhone 17 Airમાં સ્લિમ બોડી અને બેક પેનલ પર સિંગલ કેમેરા હોઈ શકે છે. જૂના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ આવનારા હેન્ડસેટ iPhone 17 Plusની જગ્યાએ લોન્ચ થઈ શકે છે જે મોટી સ્ક્રીન ધરાવતો હેન્ડસેટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.