બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શાહરૂખ ખાનના દીકરાની 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'નો પહેલો વીડિયો આઉટ, ફેન્સ થયા ક્રેઝી

મનોરંજન / શાહરૂખ ખાનના દીકરાની 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'નો પહેલો વીડિયો આઉટ, ફેન્સ થયા ક્રેઝી

Published By: Shilpa Parmar

Last Updated: 03:53 PM, 17 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન ઇન્ડસ્ટ્રીમાં દિગ્દર્શક તરીકે એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. તેમની સીરિઝ ‘બેડ્સ ઓફ બોલિવૂડ’નો પહેલો વીડિયો હવે સામે આવી ગયો છે. જુઓ ધ બેડ્સ ઓફ બોલિવૂડનો પહેલો વીડિયો.

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના મોટાં દીકરા આર્યન ખાન પણ હવે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાવવા માટે તૈયાર છે. આર્યન ખાન દિગ્દર્શક તરીકે બોલિવૂડમાં પગલાં માંડી રહ્યા છે.

લાંબા સમયની રાહ જોયા બાદ તેમની મોસ્ટ અવેટેડ સીરિઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ની પહેલી ઝલક સામે આવી ચૂકી છે. જેને જોઈને ફેન્સ ખુબ જ ઉત્સાહિત થઈ ગયા છે અને રિલીઝ પહેલા જ સીરિઝને સુપરહિટ કહી રહ્યા છે.

‘બેડ્સ ઓફ બોલીવૂડ’નો વીડિયો થયો વાયરલ

આર્યન ખાન વેબ સીરિઝ ‘બેડ્સ ઓફ બોલિવૂડ’ સાથે ઇન્ડસ્ટ્રીમાં દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. તેમની આ સીરિઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે. આજે એટલે કે 17 ઓગસ્ટે આ સીરિઝનો પહેલો વીડિયો દર્શકો માટે મૂકવામાં આવી છે. આ વીડિયો નેટફ્લિક્સે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અપલોડ થતા જ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો. જેમાં આર્યનનો ધમાકેદાર લુક જોવા મળ્યો છે.

Aryan Khan Bads of Bollywood

આર્યને ફેન્સને બતાવી ઝલક

નેટફ્લિક્સે ઇન્ડિયાની ઓરિજનલ સીરિઝ ‘બેડ્સ ઓફ બોલિવૂડ’નો વીડિયો શેર કરતાં લખ્યું છે કે,

“વધારે થઈ ગયું? આદત પાડો. ધ બેડ્સ ઓફ બોલિવૂડ પ્રિવ્યુ 20 ઓગસ્ટે આવી રહ્યું છે.”

આર્યનની આ સીરિઝ ખાસ એટલા માટે પણ છે કેમ કે તેમાં તેમના પિતા એટલે કે શાહરુખ ખાન પણ જબરદસ્ત કેમિયો કરતા જોવા મળશે. એટલા માટે જ ફેન્સ તેને રિલીઝ પહેલા જ સુપરહિટ કહી રહ્યા છે.

શાહરુખ ખાન કરશે જબરદસ્ત કેમિયો

ખાસ વાત એ છે કે આર્યન ખાનની આ સીરિઝ ‘બેડ્સ ઓફ બોલિવૂડ’ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ ગૌરી ખાન દ્વારા નિર્મિત કરવામાં આવી છે. ગઈ કાલે જ શાહરુખ ખાને પોતાના ‘આસ્ક એસઆરકે’ સેશનમાં આ સીરિઝને લઈને વાત કરી હતી.

વધુ વાંચો: The Ba***ds of Bollywoodમાં ત્રણ સ્ટારનો મતલબ શું? શાહરૂખ ખાને કર્યો ખુલાસો

શાહરુખે જણાવ્યું હતું કે શોની પહેલી ઝલક રિલીઝ થવાની છે. સાથે જ તેમણે આ પણ કહ્યું હતું કે આ સીરિઝમાં તેમના ઇન્ડસ્ટ્રીના ઘણા પ્રિય મિત્રો જોવા મળશે, જેના માટે તેઓ આભારી છે. ઉપરાંત આ પણ કન્ફર્મ કર્યું હતું કે સીરિઝમાં તેમનો કેમિયો હશે. શાહરુખ ખાને કહ્યું હતું – “હું તો છું જ, હકથી…”

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aryan Khan Bads Of Bollywood Shahrukh Khans son

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ