ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / The Ba***ds of Bollywoodમાં ત્રણ સ્ટારનો મતલબ શું? શાહરૂખ ખાને કર્યો ખુલાસો
Last Updated: 01:07 AM, 17 August 2025
ADVERTISEMENT
બોલીવુડના કિંગ ખાન શાહરુખ પોતાના પુત્ર આર્યન ખાનના ડિરેક્ટોરિયલ ડેબ્યૂને લઈને ખૂબ ઉત્સાહિત છે. આર્યનની પહેલી વેબ સિરીઝ “Ba**ds of Bollywood”*નું ટીજર તાજેતરમાં નેટફ્લિક્સના 2025 લાઇન-અપ ઇવેન્ટમાં લોન્ચ થયું. આ લોન્ચિંગ ઇવેન્ટમાં શાહરુખ ખાન જાતે હાજર રહ્યા અને નામને લઈને ચાલી રહેલી અટકળો પર સંપૂર્ણ વિરામ મુક્યો.
ADVERTISEMENT

સિરીઝના ટાઈટલમાં આવેલા ત્રણ સ્ટાર્સ (*** )ને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. ઘણા લોકો એમાં નેગેટિવ અર્થ કાઢી રહ્યા હતા. શાહરુખે સ્પષ્ટતા કરતાં કહ્યું કે આ કોઈ નકારાત્મક અર્થ માટે નથી, પરંતુ ક્રિએટિવ અભિગમનો એક ભાગ છે. દરેક ડિરેક્ટર પોતાની વાર્તા રજૂ કરવાનો પોતાનો અંદાજ પસંદ કરે છે.
ADVERTISEMENT
આ વેબ સિરીઝ આર્યન ખાનના દિગ્દર્શન હેઠળ તૈયાર થઈ રહી છે. શાહરુખે પોતાના ચાહકોને સંદેશ આપ્યો, જો તમે મારા દીકરાને મને મળતા પ્રેમનો માત્ર 50 ટકા પ્રેમ આપશો, તો એ પણ ઘણું છે. સિરીઝની વાર્તા એવા પાત્રની છે, જે બહારથી આવીને બોલીવુડની ચમકધમકની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયત્ન કરે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : આર્યન ખાન બોલિવૂડમાં એક્ટિંગ ડેબ્યૂ ક્યારે કરશે? શાહરૂખ ખાને આપ્યો જવાબ
ADVERTISEMENT
શાહરુખ ખાનના પોતાના કામકાજની વાત કરીએ તો તેઓ ટૂંક સમયમાં સિદ્ધાર્થ આનંદની ફિલ્મ કિંગમાં દેખાશે. આ ફિલ્મ ખાસ એટલા માટે ચર્ચામાં છે કારણ કે તેમાં પહેલીવાર શાહરુખ પોતાની દીકરી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન અને અભય વર્મા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં દેખાશે. એક્શનથી ભરપૂર આ ફિલ્મની તૈયારી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ