બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / ₹40 હજારના બજેટમાં નવો ફોન ખરીદવો છે? Nothing, Google અને OnePlusમાંથી કયો છે સૌથી બેસ્ટ?

photo-story

7 ફોટો ગેલેરી

ટેકનોલોજી / ₹40 હજારના બજેટમાં નવો ફોન ખરીદવો છે? Nothing, Google અને OnePlusમાંથી કયો છે સૌથી બેસ્ટ?

Last Updated: 04:45 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Best Smartphone Under 40000 : આ સેગમેન્ટમાં હવે એવા સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જે ફ્લેગશિપ લેવલની પરફોર્મન્સ, પ્રીમિયમ ડિઝાઇન, લાંબી બેટરી લાઇફ અને શાનદાર કેમેરા ઓફર કરે છે

1/7

photoStories-logo

1. ₹40 હજારમાં કયો ફોન ખરીદવો?

Best Smartphone Under 40000 : સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને બજેટ ₹40 હજારની આસપાસ છે? તો માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનામાં ઘણા નવા વિકલ્પો આવ્યા છે. જોકે, મેમરી ચિપ્સની વધતી કિંમતોને કારણે સ્માર્ટફોન કંપનીઓએ નવા મોડલ્સની કિંમતમાં વધારો કર્યો છે. પરિણામે, અગાઉ ₹30 હજારની આસપાસ મળતા ફોન હવે ₹40 હજારના સેગમેન્ટમાં પહોંચી ગયા છે. આ સેગમેન્ટમાં હવે એવા સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જે ફ્લેગશિપ લેવલની પરફોર્મન્સ, પ્રીમિયમ ડિઝાઇન, લાંબી બેટરી લાઇફ અને શાનદાર કેમેરા ઓફર કરે છે. જોકે, દરેક ફોન દરેક બાબતમાં પરફેક્ટ નથી. કોઈ ફોન ગેમિંગ માટે શ્રેષ્ઠ છે તો કોઈ કેમેરા માટે, જ્યારે કોઈ લાંબા સમય સુધી સોફ્ટવેર અપડેટ્સને કારણે ખાસ બની જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. Nothing Phone 4a Pro: પ્રીમિયમ ડિઝાઇન અને કેમેરા પર ફોકસ

Nothingએ પોતાના નવા Phone 4a Pro સાથે ડિઝાઇનમાં મોટો ફેરફાર કર્યો છે. એલ્યુમિનિયમ યુનિબોડી, નવી Glyph Matrix સિસ્ટમ અને કેમેરાની નવી ડિઝાઇન તેને અગાઉના મોડલ કરતાં વધુ પ્રીમિયમ બનાવે છે. કંપનીએ પહેલીવાર UFS 3.1 સ્ટોરેજ આપી છે, જ્યારે ભારતમાં 5,400mAhની મોટી બેટરી પણ મળે છે. કેમેરા પરફોર્મન્સમાં પણ સુધારો થયો છે અને 7X લોસલેસ ઝૂમની સુવિધા તેને ફોટોગ્રાફી માટે વધુ આકર્ષક બનાવે છે. જેની કિંમત છે માત્ર ₹39,999.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. OnePlus Nord 6: ગેમિંગ લવર્સ માટે શક્તિશાળી વિકલ્પ

OnePlus Nord 6 હવે માત્ર ઓલરાઉન્ડ ફોન નહીં, પરંતુ ગેમિંગ પર વધુ ધ્યાન આપતો સ્માર્ટફોન બની ગયો છે. ફોનમાં Snapdragon 8s Gen 4 પ્રોસેસર, 165Hz ડિસ્પ્લે અને IP69 રેટિંગ આપવામાં આવ્યું છે. સૌથી મોટી ખાસિયત તેની 9,000mAh બેટરી છે, જે સામાન્ય ઉપયોગમાં બે દિવસ સુધી ચાલવાનો દાવો કરે છે. જોકે, કેમેરા વિભાગમાં આ ફોન અન્ય સ્પર્ધકો સામે થોડો નબળો સાબિત થાય છે. જેની કિંમત છે માત્ર ₹38,999.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. Google Pixel 9a: કેમેરા અને સોફ્ટવેરમાં સૌથી આગળ

જો તમને શુદ્ધ Android અનુભવ અને શ્રેષ્ઠ કેમેરા જોઈએ તો Google Pixel 9a આ સેગમેન્ટમાં મજબૂત વિકલ્પ છે. ફોનમાં IP68 રેટિંગ, 6.3 ઇંચ POLED ડિસ્પ્લે અને 5,100mAh બેટરી આપવામાં આવી છે. Google આ ફોન માટે 7 વર્ષ સુધી સોફ્ટવેર અને સિક્યોરિટી અપડેટ્સ આપવાનું વચન આપે છે, જે તેને લાંબા સમય માટે ઉપયોગી બનાવે છે. કેમેરા પરફોર્મન્સ પણ દિવસ અને રાત્રિ બંનેમાં પ્રભાવશાળી ગણાય છે. જેની કિંમત છે માત્ર ₹39,999.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. iQOO Neo 10: હેવી ગેમર્સ માટે બેસ્ટ

જો તમારું મુખ્ય કામ ગેમિંગ છે તો iQOO Neo 10 પણ મજબૂત વિકલ્પ છે. Snapdragon 8s Gen 4 પ્રોસેસર ઉપરાંત તેમાં Supercomputing Chip Q1 આપવામાં આવી છે, જે હાઈ ફ્રેમ રેટ અને સુપર રિઝોલ્યુશન જેવી ગેમિંગ સુવિધાઓ આપે છે. ફોનમાં 144Hz ડિસ્પ્લે અને મોટી વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ છે, જેથી લાંબા સમય સુધી ગેમિંગ દરમિયાન પણ પરફોર્મન્સ જળવાઈ રહે છે. જોકે, કેમેરા આ ફોનનું સૌથી નબળું પાસું માનવામાં આવે છે. જેની કિંમત છે માત્ર ₹34,999.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. OnePlus 13R: સૌથી બેલેન્સ્ડ સ્માર્ટફોન

જો તમને ગેમિંગ સાથે સારો કેમેરા પણ જોઈએ તો OnePlus 13R સૌથી સંતુલિત વિકલ્પ બની શકે છે. ફોનમાં Snapdragon 8 Gen 3 પ્રોસેસર, LTPO 1.5K ડિસ્પ્લે, Gorilla Glass 7i પ્રોટેક્શન અને 6,000mAh બેટરી આપવામાં આવી છે. 50MP પ્રાઇમરી કેમેરા અને 2X ટેલિફોટો કેમેરા દિવસ દરમિયાન સારા ફોટા લે છે, જોકે ઓછી લાઇટમાં ટેલિફોટો કેમેરામાં OIS ન હોવાથી તસવીરો થોડી સોફ્ટ આવી શકે છે. જેની કિંમત છે માત્ર ₹41,999.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. કયો ફોન કોના માટે?

ગેમિંગ માટે: OnePlus Nord 6 અને iQOO Neo 10 તો શ્રેષ્ઠ કેમેરા માટે: Google Pixel 9a અને Nothing Phone 4a Pro અને ઓલરાઉન્ડ પરફોર્મન્સ માટે: OnePlus 13R તો પ્રીમિયમ ડિઝાઇન માટે: Nothing Phone 4a Pro છે. ₹40 હજારની આસપાસના બજેટમાં હવે ગ્રાહકો પાસે પહેલા કરતાં વધુ વિકલ્પો છે. જો તમારી પ્રાથમિકતા ગેમિંગ છે તો એક વિકલ્પ પસંદ કરી શકાય, જ્યારે કેમેરા, સોફ્ટવેર અથવા લાંબા સમય સુધી અપડેટ્સ જોઈએ તો અન્ય ફોન વધુ યોગ્ય સાબિત થઈ શકે છે. તેથી ખરીદી પહેલાં પોતાની જરૂરિયાત મુજબ યોગ્ય સ્માર્ટફોન પસંદ કરવો વધુ ફાયદાકારક રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Google Pixel 9a OnePlus Nord 6 Best Smartphone Under 40000
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ