ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મસ્કનો મોટો નિર્ણય, હવેથી AIને બિકીનીવાળો ફોટો બનાવવાનું કહેનારા ચેતી જજો!

પોલિસી / મસ્કનો મોટો નિર્ણય, હવેથી AIને બિકીનીવાળો ફોટો બનાવવાનું કહેનારા ચેતી જજો!

Published By: Vidhata Gothi

Last Updated: 02:21 PM, 15 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

X Grok AI: X પર હવે કોઈને બિકિની પહેરવવાનો પ્રયાસ કર્યો, તો AI ના પાડી દેશે. એલન મસ્કે પોતાના AI ચેટબોટમાં ફેરફાર કર્યા છે. તેમનો દાવો છે કે હવે Grok કોઇની અશ્લીલ તસવીરો નહીં બનાવે.

ADVERTISEMENT

Elon Musk News: આખી દુનિયામાંથી ટીકાનો સામનો કર્યા પછી હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) એ પોતાના AI ચેટબોટ Grokમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યા છે કે જેથી X પર લોકો Grokનો ઉપયોગ અશ્લીલ તસવીર બનાવવા માટે ન કરી શકે. જણાવી દઈએ કે આ પહેલા AI ચેટબોટ Grok દ્વારા લોકો મહિલાઓ અને સગીરાઓની તસવીરો X પર શેર કરીને ડિજિટલી તેમના કપડાં ઉતારી રહ્યા હતા.

એક અહેવાલ પ્રમાણે, વિશ્વભરમાંથી ભારે આલોચના અને કાર્યવાહીની ધમકી પછી Xએ આમાં જરૂરી ફેરફાર કર્યા છે. જો કે આ ફીચરને ટેસ્ટ કરનાર પત્રકારોએ જણાવ્યું કે Grok હજુ પણ અશ્લીલ તસવીરો બનાવી રહ્યું છે. Xના માલિક એલન મસ્કે કહ્યું હતું કે તેઓ આને ઠીક કરી રહ્યા છે. જો કે અહેવાલો પ્રમાણે પત્રકારોએ ટેસ્ટ કર્યા તો જાણવા મળ્યું કે Grok હજુ પણ ખૂબ જ સરળતાથી કોઈની પણ કપડાં વિનાની તસવીરો બનાવી શકે છે.

શું છે સમગ મામલો

Xના AI ચેટબોટ Grokનો ઉપયોગ કોઈના પણ ફોટોને અશ્લીલ બનાવવા માટે થઈ રહ્યો હતો. આ ફિચરના નિશાન પર મોટા ભાગે મહિલાઓ અને સગીરાઓ હતી. જણાવી દઈએ કે આ પ્રકારની તસવીરોને ડીપ ફેક કહેવામાં આવે છે. એટલે કે એવી નકલી તસવીરો કે જે અકદમ અસલી દેખાય છે. આ ખતરનાક ફિચરનો ઉપયોગ કોઈની પણ પ્રતિષ્ઠાના ધજાગરા ઉડાડવા માટે કરવામાં આવી શકતો હતો. આને લઈને એલન મસ્કનું કહેવું હતું કે આવું યુઝર્સ અને હેકર્સને કારણે થઈ રહ્યું છે પણ ટેક એક્સપર્ટસનું કહેવું હતું કે અન્ય AI ટૂલ્સની સરખામણીમાં Grokમાં અશ્લીલતાના મામલે કોઈ પણ પ્રકારના ફિલ્ટરનો ઉપયોગ નથી કરવામાં આવતો.

vtv app promotion

મસ્કે રાતોરાત કર્યા ફેરફાર

મંગળવારે X તરફથી જાહેરાત થઈ છે કે તેમણે Grokની પોલિસીમાં ફેરફાર કર્યા છે. હવે લોકો તેમના AI ટૂલનો ઉપયોગ કરીને અશ્લીલ તસવીરો નહીં બનાવી શકે. જો કે અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બુધવાર સુધી ટેસ્ટ કરવા પર Grok અશ્લીલ તસવીર બનાવી રહ્યું હતું. એવામાં ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપનીના કહેવા અને કરવામાં ફરક છે.

આ પણ વાંચો: માત્ર તમારું આધાર કાર્ડ લઇને આવો, અને મેળવો ₹90000 સુધીની Loan, જાણો સ્કીમ

શું કરી રહી છે સરકારો?

Xને ભારત સરકાર તરફથી અલ્ટીમેટમ મળી ચૂક્યું છે અને Xએ પોતાની ભૂલ સ્વીકારી છે. જ્યારે બ્રિટનની સંચાર નિયામક સંસ્થા Ofcomએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે આ અઠવાડિયે બ્રિટનમાં એક કાયદો પસાર થવાનો છે, જેના પ્રમાણે, કોઈની પણ સંમતિ વિના અશ્લીલ ડીપ ફેક બનાવવા અપરાધ જાહેર કરવામાં આવશે. બ્રિટનની સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે ત્યાં સુધી પાછળ નહીં હતે, જય સુધી X સંપૂર્ણપણે પોતાના AI ટૂલને સુધારી ન લે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government Action on Grok AI Elon Musk X Grok AI Policy Deepfake Bikini Prompt Ban

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ