ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર તમારું આધાર કાર્ડ લઇને આવો, અને મેળવો ₹90000 સુધીની Loan, જાણો સ્કીમ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:37 PM, 15 January 2026
1/6
દેશ કોરોના રોગચાળામાંથી બહાર આવી ચૂક્યો છે. પરંતુ નાના વેપારીઓની મદદ માટે મોદી સરકારે આ પીએમ સ્વનિધિ યોજનાની ડેડલાઇન 31 માર્ચ 2030 સુધી લંબાવી દીધી છે. આ અંતર્ગત લોકોને પોતાનો બિઝનેસ શરૂ કરવામાં મદદ કરવામાં આવે છે. પહેલા આ સરકારી યોજનામાં 80000 રૂપિયા સુધીની લોન મળતી હતી, જેને ગયા વર્ષે 2025માં વધારીને સરકારે 90000 રૂપિયા કરી દીધી હતી. આ સિવાય લારી ચલાવતા લોકોને UPI Linked રૂપે ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે. છૂટક અને હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે ડિજિટલ પેમેન્ટ પર કેશબેક પણ આપવામાં આવે છે.
2/6
આ સરકારી યોજનાની ખાસ વાત એ છે કે આમાં 90000 રૂપિયા સુધીની લોન કોઈ ગેરંટી વિના આપવામાં આવે છે, જે તેની લોકપ્રિયતા વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ રકમ ત્રણ તબક્કામાં આપવામાં આવે છે, લાભાર્થીને નાનાથી શરૂ કરીને મોટી રકમ તેમની ક્રેડીબીલીટીના આધારે આપવામાં આવે છે. એટલે કે પહેલો હપ્તો ચુકવ્યા પછી બીજા હપ્તામાં વધારે અને પછી ત્રીજા હપ્તામાં એનાથી પણ વધારે લોન મળે છે.
ADVERTISEMENT
3/6
સ્વનિધિ યોજના અંતર્ગત એપ્લાય કરનારની અરજી મંજૂર થયા પછી તેને પહેલા હપ્તામાં સરકાર 15000 રૂપિયા આપે છે, જ્યારે બીજા હપ્તામાં 25000 રૂપિયા અને ત્રીજો હપ્તો 50000 રૂપિયાનો હોય છે. કોઈ પણ ગેરંટી વિના પહેલા હપ્તાની 15000 રૂપિયાની રકમ નિશ્ચિત સમયગાળામાં ચૂકવી દીધા પછી જ બીજો હપ્તો જારી કરવામાં આવે છે. તેને પણ નિશ્ચિત સમયમાં ચૂકવી દેવાથી ત્રીજા હપ્તામાં 50000 રૂપિયાની લોન આપવામાં આવે છે.
4/6
આ સરકારી સ્કીમમાં 90000 રૂપિયાની લોન લેવા માટે માત્ર આધાર કાર્ડની જરૂર પડે છે. એટલે કે લોનના બદલામાં કોઈ પણ વસ્તુ ગિરવે નથી મૂકવી પડતી. સાથે જ લોનની રકમનું પેમેન્ટ નાની EMIથી કરવાની પણ આમાં સુવિધા મળી જાય છે. પીએમ સ્વનિધિ યોજના માટે સરકારી બેંકમાં અરજી કરી શકાય છે. યોજનાનું ફોર્મ લઈને એમાં માંગેલી માહિતી ભરીને આધાર કાર્ડની કોપી એટેચ કરીને ફોર્મ જમા કરી દો. બેંક ફોર્મમાં ભરેલી માહિતીની તપાસ કરીને લોન એપ્રુવલ આપી દે છે.
ADVERTISEMENT
5/6
સરકારી આંકડા પ્રમાણે, 9 ડિસેમ્બર 2025 સુધીમાં પીએમ સ્વનિધિ યોજના દ્વારા 69.66 લાખથી વધુ લોકોને 15,191 કરોડ રૂપિયાની 1.01 કરોડથી વધુ લોન આપવામાં આવી છે. આ યોજનાના લગભગ 48 લાખથી વધુ લાભાર્થી ડિજિટલી એક્ટિવ છે. સરકારનું લક્ષ્ય આ યોજના હેઠળ 1.15 કરોડ લારી-વિક્રેતાઓને લાભ આપવાનું છે.
6/6
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ