ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જો-જો તમારું WhatsApp ક્યાંક અન્ય જગ્યાએ તો નથી ને Log In? 3 સ્ટેપ્સમાં કરો ચેક

ટેક્નોલોજી / જો-જો તમારું WhatsApp ક્યાંક અન્ય જગ્યાએ તો નથી ને Log In? 3 સ્ટેપ્સમાં કરો ચેક

Published By: Vidhata Gothi

Last Updated: 02:07 PM, 21 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp Tips: આજકાલ બધા માટે WhatsApp જીવનનો અભિન્ન ભાગ છે, પણ ઘણીવાર સાયબર અપરાધીઓ આનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી જાય છે. ત્યારે ચાલો જાણીએ કે તમારું WhatsApp કોઈ બીજા ડિવાઇસમાં લોગઇન છે કે કેમ, તે કેવી રીતે ચેક કરવું અને WhatsAppને હેક થતાં કેવી રીતે બચાવવું.

ADVERTISEMENT

આજના ડિજિટલ યુગમાં WhatsApp આપણા રોજિંદા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ચૂક્યું છે, પણ સાયબર ગુનેગારોની નજરો પણ તેના પર જ ટકેલી છે. તાજેતરના મહિનાઓમાં WhatsApp હેકિંગ દ્વારા છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધ્યા છે, જ્યાં હેકર્સ યુઝર્સના એકાઉન્ટને હેક કરીને તેમના કોન્ટેક્સ પાસેથી પૈસા માંગે છે અથવા એકાઉન્ટ ખાલી કરી નાખે છે. સરકારી ડેટા પ્રમાણે, 2025માં ફક્ત તમિલનાડુમાં જ આવા 3000થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે આખા દેશમાં WhatsApp દર મહિને સ્કેમ અને પોલિસી ઉલ્લંઘન માટે સરેરાશ 98 લાખ એકાઉન્ટ્સ બ્લોક કરી રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે થોડી તકેદારીથી આ સ્કેમથી બચી શકાય છે.

WhatsApp દ્વારા કેવી રીતે થાય છે છેતરપિંડી?

સાયબર ગુનેગારો WhatsApp એકાઉન્ટ્સ હેક કરવા માટે સોશિયલ એન્જિનિયરિંગ અને ટેકનિકલ નબળાઈઓનો ઉપયોગ કરે છે. તેઓ નકલી કોલ્સ અને મેસેજ કરીને લોકોને પોતાની જાળમાં ફસાવે છે. ગુનેગારો ડિલિવરી એજન્ટ, બેંક અધિકારીઓ અથવા WhatsApp સપોર્ટ ગણાવીને ફોન કરે છે. તેઓ યુઝરને OTP (વન-ટાઇમ પાસવર્ડ) શેર કરવા અથવા લિંક પર ક્લિક કરવા માટે કહે છે.

આ સિવાય હેકર્સ યુઝરના ફોન પર કોલ ફોરવર્ડિંગ એક્ટિવ કરી નાખે છે, જેથી તેઓ બેંક OTP ઍક્સેસ કરી શકે છે. દિલ્હીમાં એક સ્કૂલ ટીચરનો કેસ આનું જ ઉદાહરણ છે, જેમનું WhatsApp હેક કર્યા પછી, કોલ ફોરવર્ડિંગ દ્વારા બેંક એકાઉન્ટમાંથી 6.98 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા.

vtv app promotion

ભારતની સાયબર સુરક્ષા એજન્સી, CERT-In એ તાજેતરમાં 'ઘોસ્ટ પેરિંગ' નામની નબળાઈ અંગે ચેતવણી જારી કરી છે, જ્યાં હેકર્સ યુઝર્સના એકાઉન્ટને પાસવર્ડ કે સીમ સ્વેપ વિના મિરર કરી લે છે અને મેસેજ-ફોટોઝ એક્સેસ કરી લે છે. એકવાર એકાઉન્ટ હેક થઈ જાય પછી, ગુનેગારો યુઝરના નામથી મિત્રો-સંબંધીઓ પાસેથી ઇમરજન્સી કહીને પૈસા માંગે છે અથવા ફેક લિંક્સ મોકલે છે.

વોટ્સએપ એકાઉન્ટ કેવી રીતે બચાવવું?

ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના સત્તાવાર હેન્ડલ @CyberDost એ તાજેતરમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં હેકિંગ સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે તેવા ત્રણ મહત્ત્વપૂર્ણ સેટિંગ્સ વિશે વાત કરવામાં આવી છે. આ સેટિંગ્સ સરળતાથી ચેક અને એક્ટિવ કરી શકાય છે.

આ પણ વાંચો: શિયાળામાં ફરવાનો પ્લાનિંગ કરી રહ્યાં છો? તો ફ્રીજના આ સેટિંગ્સ જરૂરથી ચેન્જ કરી દેજો

લિંક્ડ ડિવાઇસીસ ચેક કરો - WhatsApp સેટિંગ્સ પર જાઓ અને Linked Devices છેક કરો. જો કોઈ અજાણ્યું ડિવાઇસ કનેક્ટેડ હોય, તો તરત જ લોગ આઉટ કરો. આનાથી હેકર્સ એકાઉન્ટને મિરર નહીં કરી શકે.

પ્રાઇવસી-એડવાન્સ્ડ સેટિંગ્સ - આમાં Block unknown accounts ઑન કરો, Protect IP address in calls એક્ટિવેટ કરો, આનાથી કોલ્સમાં તમારું IP એડ્રેસ નહીં દેખાય અને Disable link previews સિલેકટ કરી લો, જેથી શંકાસ્પદ લિંક્સના પ્રીવ્યૂઝને ન દેખાય. આ ફીચર્સ ફિશિંગ એટેક્સથી બચાવે છે.

ટુ-સ્ટેપ વેરિફિકેશન ઇનેબલ કરો - સેટિંગ્સમાં જઈને 6-અંકનો પિન સેટ કરો. આનાથી હેકર્સને OTP મળે તો પણ એકાઉન્ટને ઍક્સેસ નહીં કરી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Fraud Via Whatsapp WhatsApp Hacking WhatsApp Tips

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ