લાલ 'નિ'શાન

IND vs AUS / Rajkot પહોંચી Team India, હોટલ સયાજીમાં કરશે રોકાણ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી સત્તર જાન્યુઆરીએ વનડે મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમવા જઈ રહી છે. ત્યારે આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ ખાતે પહોંચી હતી. મહત્વનું છે કે ભારતીય ટીમ સયાજી જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે ઇમ્પિરિયલ પેલેસ હોટલ ખાતે રોકાણ કર્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 વનડે મેચોની સીરીઝમાં પ્રથમ વન-ડેમાં ભારતનો પરાજય થયો છે ત્યારે રાજકોટ ખાતે રમાનાર બીજી વનડે મેચ ભારત માટે કરો યા મરો સમાન છે બીજી તરફ આ મેચને લઈને રાજકોટ ના ક્રિકેટ પ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમના ખેલાડીઓની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હોટલની બહાર જોવા મળ્યા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ