બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કડીમાં હોમવર્ક ન લાવતા શિક્ષિકાએ 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીને લાફા મારી બહાર કાઢ્યો, બાળકનો આપઘાતનો પ્રયાસ
Last Updated: 10:33 PM, 20 November 2025
મહેસાણાના કડી શહેરની એક ખાનગી શાળામાં ધોરણ-6ના વિદ્યાર્થીએ બીજા માળેથી પડતું મુકતા આ બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું છે. આ બાળકે હોમવર્ક ન લાવતા શિક્ષિકાએ 4 લાફા મારી ક્લાસરૂમ બહાર બેસાડી દીધો હતો. જે બાદ લાગી આવતા આ બાળક શાળા સંકુલના બીજા માળેથી કૂદી ગયો હતો. બાળકના વાલીએ શાળા પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાલ આ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
ADVERTISEMENT
કેવી રીતે બની સમગ્ર ઘટના?
કડીની હોલી ફેમિલી સ્કૂલમાં ધોરણ-6માં અભ્યાસ કરતા બાળક હોમવર્ક લઈને ગયો ન હતો. ગઈકાલે 19 તારીખે શિક્ષિકાએ તેને બીજા પીરીયર્ડમાં 4 લાફા મારીને સજા રૂપે કલાસરૂમની બહાર બેસાડી દીધો હતો. ત્યારબાદ આ બાળકને ઠંડી લાગી રહી હોવાની ફરિયાદ કરવા છતા પાંચમા પિરિયડ સુધી બધા શિક્ષકોએ ક્લાસરૂમમાં બેસવા ન દીધો હતો. આખરે બાળકને લાગી આવતા 10:50 વાગ્યે શાળા સંકુલના બીજા માળેથી કુદી ગયો હતો. શાળા સંચાલકને જાણ થતા બાળકને હોસ્પિટલ લઇ ગયા હતા.
ADVERTISEMENT
આ બાળક તેની જાતે કૂદ્યો હતો: શાળા સંચાલક
હોલી ફેમિલી સ્કૂલના શાળા સંચાલક બાબુ એસ. નાયરે જણાવ્યું કે ગઈકાલે સવારે એક શિક્ષકે આવીને કહ્યું કે એક બાળક ઉપરથી પડી ગયું છે. આ બાળકને હું જ દવાખાને સારવાર માટે લઈ ગયો હતો. આ બાળક તેની જાતે જ ઉપરથી કૂદી ગયો હતો. કોઈ શિક્ષક કે અન્ય બાળકે કોઈએ ધક્કો માર્યો નથી.
ADVERTISEMENT
શિક્ષિકાએ તેને સજા રૂપે હોમવર્ક લખવા માટે બહાર બેસાડ્યો હતો: આચાર્ય
હોલી ફેમિલી સ્કૂલના આચાર્ય શૈલજા નાયરે કહ્યું કે હું એક બાળકના વાલી સાથે મારી ઓફિસમાં મિટિંગ કરી રહી હતી ત્યારે એક શિક્ષકે આવીને કહ્યું કે એક બાળક ઉપરથી પડી ગયો છે. અમે પહેલા ફર્સ્ટ એડ આપી અને બાળકને તત્કાલ હોસ્પિટલ લઇ ગયા. બાળકને શિક્ષિકા દ્વારા ટોર્ચર કરવા અંગેના સવાલ પર આચાર્યએ કહ્યું કે શિક્ષિકાએ તેને સજા રૂપે હોમવર્ક લખવા માટે બહાર બેસાડ્યો હતો. ઘટના સમયે વર્ગો ચાલું હતા અને બધા ક્લાસરૂમમાં હતા.
ADVERTISEMENT
ટીચરે મને 4 લાફા માર્યા હતા, મને લાગી આવતા કૂદી ગયો: બાળક
આ ઘટનામાં શાળાના બીજા માળેથી કુદનારા બાળકે ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું - “હું ત્રણ દિવસથી નોટબૂઓક ઘરે ભૂલી જતો હતો. બીજા પિરિયડ ટીચરે મને ચાર લાફા માર્યા અને ક્લાસરૂમની બહાર કાઢી મુક્યો હતો. એક પિરિયડ બાદ હું ફરી ક્લાસમાં ગયો તો બીજા ટીચરે મને ફરી એક લાફો મારીને કહ્યું કે અંદર કેમ આવ્યો …આ તારા બાપનો બગીચો છે?” હું ક્લાસટીચરને પૂછવા બીજા ક્લાસરૂમમાં ગયો તો ટીચરે ધક્કો મારી બહાર કાઢી મુક્યો. પાંચમા પિરિયડ સુધી મને બહાર રાખતા મને ખોટું લાગ્યું અને હું કૂદી ગયો.”
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.