ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / tanushree dutta lawyer nitin satpute gives statement on sushant singh

બૉલીવુડ / સુશાંતનો કેસ આ વકીલ હાથમાં લે તેવી માંગ, બૉલીવુડના સૌથી મોટા કેસથી જોડાયેલું છે નામ

Published By: vtvAdmin

Last Updated: 09:18 PM, 7 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા શરૂ થયેલ MeToo મૂવમેન્ટે દેશભરમાં ઘણા લોકોને આગળ આવવા અને બોલવાની પ્રેરણા આપી હતી. MeToo મૂવમેન્ટમાં ઈન્ડસ્ટ્રીમાં ઘણાં નામ સામે પણ આવ્યાં હતાં. આવામાં સુશાંત સિંહના કેસમાં તનુશ્રીના વકીલ નીતિન સતપુતે પોતાનો અભિપ્રાય જણાવ્યો છે.

ADVERTISEMENT

એક ન્યૂઝ ચેનલને આપેલા પોતાના વીડિયોમાં નીતિન સતપુતે કહ્યું છે કે વર્ષ 2008 માં તનુશ્રી સાથેના જાતીય સતામણીને લોકોએ 2017 માં #MeToo મૂવમેન્ટ તરીકે અપનાવી હતી.

તેમણે કહ્યું છે કે સુશાંતના કેસ અંગેની તપાસમાં અલગ અલગ સ્તરે તપાસ ખુલી રહી છે અને જો સુશાંતને સાઈડલાઈ કરાયો હોય અથવા તો ટાર્ગેટ કરાયો હોય તો આ તદ્દન અયોગ્ય છે. સુશાંતની આત્મહત્યાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આઘાતમાં આવી ગઈ છે. પ્રાઈમા ફેસી મુજબ આ કેસ આત્મહત્યાનો લાગે છે પરંતુ તર્ક-વિતર્ક અને તપાસ આ કેસના જુદા જુદા પરિબળો સામે લાવી રહ્યું છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ તપાસની શરૂઆતમાં નેપોટિઝમનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં પજવણીનો મામલો લાગી રહ્યો છે. તનુશ્રી દત્તાનું ઉદાહરણ આપતાં નીતિન સતપુતે કહ્યું કે 2008 માં જ્યારે તનુ સાથે જાતીય સતામણી થઈ હતી અને 2017 માં કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારે તેના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. જો તપાસમાં  એવું બહાર આવે છે કે સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હોય તો આવા લોકોને સજા મળવી જોઈએ. 

નીતિન સતપુતનું કહેવું છે કે તેમને ઘણાં લોકોએ અપ્રોચ કર્યો છે કે તેમણે સુશાંતના મામલામાં જોવું જોઈએ અને જે લોકોના નામ ઈન્વેસ્ટિગેશનમાં આવે છે અને જેણે સુશાંતને સાઈડ કોર્નર કર્યો છે અથવા નેપોટિઝમનો શિકાર બનાવ્યો છે તેમને કડક સજા અપાવે અને તેના પર કાર્યવાહી કરે.

સંકળાયેલા મુદ્દાઓ

MeToo Nitin Satpute Sushant Singh Rajput Tanushree Dutta sushant singh rajput suicide case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ