બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / talibani terrerist killed 22 Afghani solders

ક્રુરતા / ગોળીઓ ખત્મ થઈ ગઈ, સરેન્ડર થઈ ગયા છતાં તાલિબાની આતંકીઓએ 22 સૈનિકોની છાતીમાં ગોળી ધબી દીધી

Published By: Ronak

Last Updated: 02:21 PM, 14 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાલિબાની આંતકીઓએ 22 અફધાનિસ્તાની સૈનિકોને ગોળીઓથી વિંધી કાઢ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સૈનિકો પાસે હથિયાર ન હતા તેમણે આત્મસમર્પણ કર્યું તેમ છતા તેમને ગોળીઓથી વિંધી કાઢવામાં આવ્યા.

  • 22 અફાનિસ્તાની સૈનિકોને તાલિબાને વિંધી કાઢ્યા 
  • સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું
  • અઘાનિસ્તાનના ફરયાબ પ્રાંતનો બનાવ 

અફઘાનિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી તાલિબાને આતંક મચાવ્યો છે. ત્યારે વધુંમાં ફરી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એવું જોવા મળી રહ્યું છે કે ગોળીઓ ખતમ થઈ જવાને કારણે અફઘાનિસ્તાની સૈનિકોએ તાલિબાન સામે આત્મસમર્પણ કર્યું. જોકે ત્યારબાદ આંતકીઓએ તેમને ગોળીથી વિંધી કાઢ્યા. 

22 સૈનિકો શહિદ 

કુલ 22 સૈનિકો આ ઘટનામાં શહિદ થયા હોવાનું સામે આવ્યું છે. અઘાનિસ્તાનના ફરયાબ પ્રાંતના દૌલતાબાદ વિસ્તારમાં 16 જૂનના રોજ આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. તાલિબાનીઓના આંતકને કારણે સરકારે અહીયા અમેરિકાના પ્રશિક્ષિત કામોન્ડોની ટીમ મોકલી હતી. જેથી ત્યા પરિસ્થિતીને કાબૂમાં લઈને ફરી કબ્જો મેળી શકાય. પરંતુ તેમ છતા પરિસ્થિતી કાબૂમાં નથી આવી.

પરિસ્થિતીનો ઉઠાવ્યો ફાયદો 

જે અફઘાની સૈનિકોના હથિયાર પૂરા થઈ ગયા હતા, તેમણે મદદ માગી હતી. પરંતુ તેમના સુધી સમયસર મદદ ન પહોચી શકી. આજ પરિસ્થિતીનો ફાયદો ઉઠાવીને તાલીબાનીઓએ તેમને ગોળીઓથી વીંધી કાઢ્યા. વીડિયોમાં એવું સામે આવ્યું છે, કે હથિયારના અભાવને લઈને અફાધાની સૈનિક હાથ ઉઠાવીને જમીન પર બેઠા છે. સાથેજ તેઓ કહી રહ્યા છે અમને ગોળી ન મારો.

22 સૈનિકોના મૃતદેહ મળ્યા 

જોકે આતંકીઓએ અલ્લાહ હુ અકબરના નારા લગાવીને તે બધાજ સૈનિકોને ગોળીથી વિંધી કાઢ્યા. આ મામલે કુલ 22 સૈનિકોના મૃતદેહ મળી આવ્યા છે. સમગ્ર મામલે તાલિબાની પ્રવક્તાએ કહ્યું છે કે તેમના કબ્જામાં હાલ 24 કમાન્ડો છે. પરંતુ તેને લઈને હજુ તેમણે કોઈ સાબિતી નથી આપી. પરંતુ અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે તાલિબાને તે સૈનિકોને મારી નાખ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

22 સૈનિક Soldier afghanistan killed terrerist અફઘાનિસ્તાન તાલિબાની હત્યા cruelty

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ