બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / talibani leadrer say smomthing about jornalist danish siddqi

નિવેદન / પત્રકાર દાનિશ સિદ્દિકીની હત્યા મામલે તાલિબાની પ્રમુખે આપ્યુ નિવેદન, કહ્યું પહેલાથી અમને જાણ કરી હોત તો.....

Published By: Ronak

Last Updated: 10:30 AM, 17 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકારના મોત મામલે તાલિબાની પ્રમુખે દુ:ખ વ્યક્ત કર્યું. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે પહેલાથી અમને જાણ હોત અમે તેમનું ધ્યાન રાખતા.

  • દાનિશ સિદ્દિકિની હત્યા મામલે તાલિબાને આપ્યું નિવેદન 
  • કંધારના સ્પિન બોલ્ડક જિલ્લામાં યુદ્ધ વખતે પત્રકારનું થયું હોત મોત 
  • પહેલાથી જાણ કરી તો અમે તેનું ધ્યાન રાખતા: તાલિબાની પ્રમુખ 

અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા મામલે તાલિબાને દુખ વ્યક્ત કર્યું છે. સાથેજ તેમણે એવું પણ કીધું કે દાનિશની મોત પાછળ તેમનો હાથ નથી. દાનિશના મૃતદેહને ઈન્ટરનેશનલ કમેટી ઓફ ધ રેડ ક્રોસને સોપવામાં આવ્યો છે. કંધારના સ્પિન બોલ્ડક જિલ્લામાં યુદ્ધ વખતે દાનિશનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. 

ગોળીબારી વખતે મોત 

આ મામલે તાલિબાન પ્રવક્તા જબિઉલ્લાહ મુજાહિદે કહ્યું કે અમને એ વાતની જાણજ નથી કે ગોળીબારી વખતે પત્રકારનું મોત થયું છે. તેમણે એવું કહ્યું કે અમને ખ્યાલ પણ નથી કે તેમનું મોત કેવી રીતે થયું છે. સમગ્ર મામલે મુજાહિદે મીડિયાને એવું કહ્યું છે કે યુદ્ધ ક્ષેત્રમાં કોઈ પણ પત્રકાર પ્રવેશ કરે તો તેમને જાણ કરવામાં આવે અમે તેનું ખાસ ધ્યાન રાખીશું.

પત્રકાર દાનિશ રોયટર્સ સાથે કામ કરતા હતા 

દાનિશ સિદ્દિકીના મોત પર દુખ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, તેમણે જાણકારી આપ્યા વગરજ યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો તે વાતનું અમને દુખ છે. આપને જણાવી દઈએ કે પુલિત્જર પુરસ્કરા વિજેતા દાનિશ રોયટર્સ સાથે કામ કરતા હતા. તેઓ ત્યાથી સ્થિતીની કવરેજ કરવા ગયા હતા. જ્યા તાલિબાને પાકિસ્તાનની સીમા પર કબ્જો કરી લીધો છે. 

સીમા પર તાલીબાનનો કબ્જો 

જે સીમા પર તાલીબાને કબ્જો મેળવ્યો છે તે સીમા પાછી મેળવવા અઘાનિસ્તાન આર્મી અને તાલીબાની વચ્ચે યુદ્ધ થયું હતું. બાદમાં ઘાયલોને પાકિસ્તાનની સીમા પાસે આવેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યા ખબર પડી પત્રકાર દાનિશ સિદ્દિકીનું પણ મોત થયું છે. 

શહેરના મુખ્ય બજારમાં યુદ્ધ 

ઉલ્લેખનીય છે કે તાલિબાન અને અઘાનિસ્તાની સેના વચ્ચે શહેરના મુખ્ય બજારમાંજ યુદ્ધ થયું હતું. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં છેલ્લા ઘણા સમયથી તાલિબાન સક્રિય છે. જેઓ નિયમીત રીતે અફઘાનિસ્તાનમાં પણ પ્રવેશ કરતા રહેતા હોય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Journalist afghanistan murder taliban fighters અફઘાનિસ્તાન તાલિબાન પત્રકારની હત્યા Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ