બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / taarak mehta ka ooltah chashmah tapu aka bhavya gandhi win fans heart in 8 years now away from tv screen bhavya gandhi birthday
ADVERTISEMENT
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ભવ્ય ગાંધી એટલે કે ટપ્પૂના રોલને સૌ કોઈ યાદ રાખશે. 8 વર્ષ સુધી સતત કામ કર્યા બાદ હવે તેણે સીરિયલને અલવિદા કહ્યું છે. ઘર ઘરમાં ભવ્ય ગાંધી ટપ્પૂના નામે ફેમસ થઈ ચૂક્યો છે અને દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યો છે.

ADVERTISEMENT
હવે કરશે આ કામ
ચાઈલ્ડ એક્ટર તરીકે કામ કરીને ફેમસ થયા બાદ અને લાંબા સમય સુધી દર્શકોનું મનોરંજન કર્યા બાદ હવે તે ફિલ્મો કરવાનો પ્લાન કરી રહ્યો છે. તેના કહેવા અનુસાર તે હવેથી ગુજરાતી ફિલ્મોમાં જોવા મળશે. માહિતી અનુસાર શો પીક પર આવ્યો ત્યારે ભવ્ય ગાંધીએ આ નિર્ણય લીધો છે પરતું તેનું કહેવું છે કે કોઈ રોલમાં પોતાને ફેરવી લેવું એ એક મોટી વાત છે. જો કે દર્શકો માટે ભવ્ય ગાંધીનું ફિલ્મોમાં કામ કરવું એ મોટું સરપ્રાઈઝ રહેશે.
આ ફિલ્મોમાં કરી ચૂક્યો છે કામ
આ પહેલા ભવ્ય ગાંધી પપ્પા તમને નહીં સમજાય અને બઉ ન વિચાર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. બંને ફિલ્મોને ખૂબ સારો રિસ્પોન્સ પણ મળ્યો છે.
ADVERTISEMENT

હાલમાં શું કરે છે ભવ્ય ગાંધી
હાલમાં તે શૂટિંગથી બ્રેક લઈને ફેમિલી સાથે ઘરે સમય પસાર કરી રહ્યો છે. જલ્દી ભવ્ય ગાંધી આવનારા પ્રોજેક્ટ્સની જાહેરાત કરશે. ભલ્ય સેટ પર મસ્તી કરે છે અને સાથે શૂટિંગ સમયે પરસેવો વહાવતા પણ જોવા મળે છે. ફૂંક મારીને વાળ ઉડાડવાનો તેનો અંદાજ આજે પણ લોકોના મનમાં છાપ છોડી ચૂક્યો છે.
ADVERTISEMENT
ફોટો સોર્સ - facebook.com/BhavyaGandhi97/
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.