ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / swara bhaskar wedding swara bhaskar is being trolled for calling her husband fahad ahmed as bhai

બોલીવુડ / 'ભૈયાને બનાવ્યા સૈયાં': જૂના ટ્વિટ વાયરલ થતાં ટ્રોલ થઈ રહી છે સ્વરા, ફહદને કહ્યો હતો ભાઈ

Published By: Premal

Last Updated: 02:53 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વરા ભાસ્કરે પોતાનાથી 4 વર્ષ નાના ફહદ અહમદ સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયામાં હવે તેમનુ એક જૂનુ ટ્વિટ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેમણે ફહદને ભૈયા કહીને સંબોધન કર્યુ હતુ.

ADVERTISEMENT

  • સ્વરા ભાસ્કરે પોતાનાથી 4 વર્ષ નાના ફહદ અહમદ સાથે લગ્ન કર્યા
  • પતિ ફહદ અહમદને ભાઈ કહેવા પર ટ્રોલ થઇ સ્વરા
  • જાણો, સ્વરાએ ટ્વિટમાં શું લખ્યું હતુ 

સોશિયલ મીડિયામાં સ્વરાનુ એક જૂનુ ટ્વિટ વાયરલ 

સ્વરા ભાસ્કરે પોતાના લગ્નની જાહેરાત કરીને સોશિયલ મીડિયામાં તોફાન લાવી દીધુ. અભિનેત્રીએ એક પોસ્ટ કરી જણાવ્યું કે તે રાજનેતા ફહદ અહમદની સાથે લગ્નના તાંતણે બંધાઈ ગઇ છે. કપલે 16 ફેબ્રુઆરીએ પોતાના લગ્ન રજીસ્ટર કર્યા અને ખાસ પ્રસંગે પોતાના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની સાથે ઉજવણી કરી. સોશિયલ મીડિયામાં હવે સ્વરાનુ એક જૂનુ ટ્વિટ વાયરલ થઇ રહ્યું છે જેમાં તેમણે પોતાના પતિ ફહદને ભાઈ કહીને સંબોધન કર્યુ હતુ. 

સ્વરા ભાસ્કરે કર્યા લગ્ન 

2 ફેબ્રુઆરી 2023ના રોજ સ્વરા અને ફહદની વચ્ચે ટ્વિટર પર એક હળવી મજાક થઇ. ફહદનો જન્મ દિવસ હતો અને સ્વરાએ સમાજવાદી પાર્ટીના યુથ વિંગ, સમાજવાદી યુવા સભાના પ્રદેશ અધ્યક્ષને હાર્દિક શુભેચ્છા આપી હતી. સ્વરાએ ટ્વિટમાં લખ્યું, 'હેપ્પી બર્થ ડે ફહાદ મિયાં ! ભાઈનો આત્મવિશ્વાસ જળવાઈ રહે, ફહદ અહમદ ખુશ રહે, સ્થાયી થાવ. તમે વૃદ્ધ થઇ રહ્યાં છો, હવે લગ્ન કરો ! તમારો બર્થ-ડે અને વર્ષ, શાનદાર રહે મિત્ર.'

ફહદને કહ્યો હતો ભાઈ 

જેના પર ફહદે જવાબ આપ્યો હતો, આભાર, ભાઈનો કોન્ફિડન્સ તો યથાવત છે અને જળવાઈ રહે તે જરૂરી છે. તમે વચન આપ્યું હતુ કે તમે મારા લગ્નમાં આવશો તો સમય કાઢો... છોકરી મેં શોધી કાઢી છે..

2 ફેબ્રુઆરીનુ ટ્વિટ થઇ રહ્યું છે વાયરલ 

સોશિયલ મીડિયામાં લોકો હેરાન છે કે જ્યારે આ બંનેએ લગ્ન નક્કી કર્યા હતા તો ઈન્ટરનેટ પર એકબીજાને ભાઈ-બહેન કેમ કહી રહ્યાં છે. એક ટ્વિટર યુઝરે લખ્યું, ભૈયા સે સીધા સૈયાં, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી, અરે તમે બંને તો ભાઈ બહેન હતા ને. અન્ય એક યુઝરે કહ્યું, એટલેકે ખિચડી પહેલાથી જ કુકરમાં હતી... પાકી હવે છે.. શુભેચ્છા.  

સંકળાયેલા મુદ્દાઓ

Fahad Ahmed Swara Bhaskar Swara Bhaskar Wedding Swara Bhaskar Wedding

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ