બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / sushant singh rajput case ndps court bail plea rhea chakraborty

નામંજૂર / સુશાંત કેસઃ રિયા અને તેના ભાઇની જામીન અરજી ફગાવી, કોર્ટે આપ્યું આ કારણ

Published By: Divyesh

Last Updated: 03:34 PM, 16 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં ડ્રગ એંગલમાં રિયા ચક્રવર્તી અને તેનો ભાઇ શોવિકને NCB દ્વારા ધરપકડ કરવામાં આવ્યા હતા. NCBની ટીમ સતત તેની પુછપરછ કરી રહી છે અને તેઓ બોલીવુડના ડ્રગ્સ રેક્ટની નજીક પહોંચી રહી છે. મંગળવારના રોજ NCBએ આ મામલે મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શોવિકના ભાઇબંધ કરમજીત સિંહની એક કરોડની કાર જપ્ત કરી છે.

ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલી NCBને સતત સફળતા મળી રહી છે. શોવિકના કોલેજ મિત્ર સૂર્યદિપ મલ્હોત્રાની પૂછપરછ કર્યા બાદ ગોવાથી પકડાયેલા ડ્રગ્સ પેડલર ક્રિસ કોસ્ટાની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

ક્રિસ કોસ્ટને 17 સપ્ટેમ્બર અને સૂર્યદીપના 18 સપ્ટેમ્બર સુધી NCBની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે. 

મીડિયા રિપોર્ટમાં અધિકારીઓના હવાલેથી જણાવામાં આવ્યું છે કે સુશાંતસિંહના મૃત્યુની તપાસમાં બંનેની ધરપકડ કરવામાં આવી. આ રીતે અત્યાર સુધી રિયા અને શોવિક સહિત કુલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. 

આ સાથે જ વિશેષ NDPS કોર્ટે ડ્રગ્સ કેસના આરોપી રિયા ચક્રવર્તીની જામીન અરજીને ફગાવી દીધી છે. કોર્ટે જામીન આપવાથી ઇન્કાર કરતા કહ્યું કે જો તેને અત્યારે જામીન પર મુક્ત કરવામાં આવશે તો અન્ય લોકોને સતર્ક કરી દેશે અને તેઓ પુરાવાને નષ્ટ કરી શકે છે. 

વધારાના સત્ર ન્યાયાધીસ જીબી ગુરાઓએ 11 સપ્ટેમ્બરની જામીન અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે તપાસ હાલમાં પ્રારંભિક તબક્કામાં છે અને જો આરોપી બહાર આવી જશે તો પુરાવાઓનો નાશ કરી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Rhea Chakraborty Sushant case court કોર્ટ જામીન રિયા ચક્રવર્તી સુશાંત કેસ Sushant Singh Rajput case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ