બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સૂર્યગ્રહણ 2022: વર્ષ 2022નો આ દ્વિતીય સૂર્યગ્રહણ ઑક્ટોબર મહિનામાં લાગવા જઇ રહ્યો છે. 25 ઑક્ટોબરનો આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાતો આ વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ રહેશે. ઑક્ટોબરનો આ ગ્રહણ 4 કલાક 3 મીનિટનો રહેશે. તેની અસર લગભગ બધી જ રાશિઓ પર પડશે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે તેથી તુલા રાશિના જાતકોને આ ગ્રહણની અસર સૌથી વધુ જોવા મળશે.
1.તુલા
તુલા રાશિમાં જ સૂર્યગ્રહણ લાગવાનો છે તેથી આ રાશિના જાતકો પર સૌથી વધુ અસર પડશે. આ રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન આર્થિક નુક્સાન થઇ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી.
ADVERTISEMENT
2.વૃષભ
વૃષભ રાશિના જાતકોએ પોતાની સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ સમયગાળા દરમિયાન ખાવા-પીવાને લઇને સાવધાન રાખવી અનિવાર્ય છે. સાથે જ તમને કોઇ વાતની ચિંતા હેરાન કરી શકે છે. જે વાતથી તમે ચિંતિત હોવ તે વાત કોઇ સાથે ન કરવાની સલાહ છે.
3.મિથુન
મિથુન રાશિના લોકો પોતાના બજેટનું ખાસ ધ્યાન રાખવું. આ સમયગાળા દરમિયાન જાતકોને ખર્ચામાં વધારો જોવા મળશે અને કમાણી ઓછી હશે. આ સિવાય કામ કરવામાં તમને ખુબ સમય લાગશે અથવા મહેનત લાગશે. જીવનસાથીનાં સંબંધોમાં થોડી ખટાસ આવી શકે છે.
ADVERTISEMENT
4.કન્યા
કન્યા રાશિનાં લોકોને આ સમયે ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આ સમયે ક્યાંક રોકાણ કરતાં પહેલાં કોઇ વિશેષજ્ઞ પાસેથી માહિતી લેવી જોઇએ. આ સાથે જ તમામ કામ કરવાથી પહેલા એક બજેટ તૈયાર કરી લેવું.
5. વૃષિક
સૂર્યગ્રહણ વૃષિક જાતકોની આર્થિક પરિસ્થિતીઓ પર અસર કરી શકે છે. આ સમયે ધનનો વ્યય થવાની સંભાવના જોવા મળી રહી છે. તેથી તમને તમારા ખર્ચા પર કંટ્રોલ કરવાની જરૂર છે.
ADVERTISEMENT
6. મકર
મકર રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર આ સૂર્યગ્રહણની અસર સૌથી વધુ જોવા મળશે. આ દરમિયાન તમે બિમાર રહેશો અને કોઇ વાતને લઇને તમારા મનમાં ભય ઉત્પન્ન થઇ શકે છે. તો આ સમયે તમે ધૈર્યવાન રહો તેવી સલાહ છે.
ઉપાય:
આ સમયે ઘઉં, ગોળ, મસૂર અને તાંબાનું દાન કરવું શુભકારી છે. તે સિવાય તમે આદિત્યહ્દય સ્ત્રોતનો પાઠ પણ કરી શકો છો અને પોતાના ગુરૂમંત્રનો જાપ પણ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.