બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / surya grahan 2021 effect of first solar eclipse on country and world tlifd

સૂર્યગ્રહણ / સૂર્યગ્રહણથી દુનિયાભરમાં મચી જશે ઉથલપાથલ? થઈ એવી ભવિષ્યવાણી કે ડરી જશો

Published By: Ravi

Last Updated: 06:15 PM, 10 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2021નું પ્રથમ સૂર્યગ્રહણ 10 જૂન થયું હતું. જો કે, સમગ્ર ભારતમાં સૂર્યગ્રહણ દેખાયું નથી. સૂર્યગ્રહણ માત્ર અરુણાચલ પ્રદેશ અને લદ્દાખના કેટલાક ભાગોમાં જ આંશિક રીતે જોવા મળ્યું હતું. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ બપોરે 1 કલાકને 42 મિનિટ શરૂ થયું હતું. જે સાંજના     6:41 મિનિટ સુધી ચાલ્યું હતું.     આ સૂર્યગ્રહણની એક ખાસ વાત એ પણ છે કે, વર્ષો પછી સૂર્ય ગ્રહની સાથે જ્યેષ્ટ અમાવસ્યા, શનિ જયંતી અને વટ સાવિત્રી વ્રતનો સંયોગ થયો છે.

જ્યોતિષી કમલ નંદલાલના મુજબ ગ્રહણનો અર્થ કોઈ પણ વસ્તુને કલંકિત કરવું છે. જો કે, વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ખગ્રાસ રીતે થયું હતું. જેનો મતલબ સૂર્ય સંપૂર્ણ રીતે ચંદ્રની પાછળ આવતો નથી. સૂર્યનો કેટલોક ભાગ પૃથ્વી પરથી જોઈ શકાય છે. અને સૂર્યનો વચ્ચેનો ભાગ ગ્રહણમાં આવી જાય છે. જ્યારે એક રિંગ જેવો ભાગ લોકોને જોવા મળે છે. જેના કારણે તેને રિંગ ઓફ ફાયર અથવા વલયાકાર સૂર્યગ્રહણ કહેવાય છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે સૂર્યગ્રહણની     દેશ-દુનિયા પર મોટી અસર પડશે. સૂર્ય ગ્રહણની શું શું અસર લોકોના જીવન પર થાય છે. તે અંગે પંડીત કમલ નંદલાલએ સ્પષ્ટતા કરી છે.

પંડીત કમલ નંદલાલે જણાવ્યું કે, વર્ષ 2021નું પ્રથમ ચંદ્રગ્રહણ 26 મેના રોજ થયું હતું. અરુણચલ પ્રદેશ ઉપરાંત ભારતના કેટલાક ભાગો ચંદ્રગ્રહણ જોવા મળ્યો હતો. પરંતુ મૂળરૂપથી ચીન અને અમેરિકામાં દેખાયું હતું. આવી સ્થિતિમાં ચંદ્રગ્રહણની સૌથી વધું અસર પાણી એટલે નદીઓ વગેરે પર પડે છે. અને સૂર્યગ્રહણની જન-જીવન અને પ્લેટોનિક પ્લેટ્સ પર સૌથી વધારે અસર પડે છે.



તો વર્ષ 2021નું પ્રથમ સૂર્યગ્રહણ ખૂબ જ વિશિષ્ટ પરસ્થિતિ બતાવી રહ્યું છે. પંડીત કમલ નંદલાલના અનુસાર આ ગ્રહણ વૃષભ રાશિમાં     થયું છે. વૃષભ રાશિ પૃથ્વી તત્વની રાશિ છે અને માર્ગશીર્ષ નક્ષત્ર એટલે કે મંગળના નક્ષત્રમાં આ સૂર્યગ્રહણ થયું છે. આવી સ્થિતિમાં મંગળ અને શુક્ર એકબીજાના ઘોર વિરોધી માનવામાં આવે છે. જ્યાં એક બાજુ શુક્ર સૌંદર્યનો સ્વામી છે. ત્યાં જ મંગળ યુદ્ધ માટે જવાબદાર માનવામાં આવે છે. શુક્ર સૌદર્યનો સ્વામી છે અને મંગળ અગ્નિ તત્વનો સ્વામી છે. શુક્ર દક્ષિણપૂર્વ દિશા પર શાસન કરે છે. મંગળ દક્ષિણ દિશા પર શાસન કરે છે. ગ્રહ નક્ષત્રની આ સ્થિતિના અનુસાર કહી શકાય છે દેશ-દુનિયામાં યુદ્ધ અથવા અગ્નિકાંડ જેવી પરિસ્થિતિઓ ભવિષ્યમાં જોવા મળી શકે છે.

પંડીત કમલ નંદલાલ વધુમાં જણાવ્યું કે, માર્ગશીર્ષ નક્ષત્ર વાયુ તત્વનું નક્ષત્ર છે. વૃષભ રાશિ પૃથ્વીને સંબોધિત કરે છે. આનું અર્થ થયો કે દેશ-દુનિયામાં ક્યાંક યુદ્ધ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. ભારતના અરુણાચલ પ્રદેશ અને કાશ્મીરમાં ચંદ્રગ્રહણ દેખાયું હોવાથી હવે સુર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે તેથી ત્યાં અશાંતિની સંભાવના છે. ભારતના પૂર્વ ભાગમાં એટલે કે અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેંડ અને કાશમીર અથવા કાશ્મીરથી જોડાયેલા પંજાબના કારણે દેશમાં સંકટની સ્થિતિ સર્જાઈ શકે છે. દેશના આ ભાગોને આગામી ૪૫ દિવસોની અંદર ઘુસણખોરી અથવા સરહદે કટોકટીનો સામનો કરવો પડી શકે છે.



કાળ પુરુષ અનુસાધનના અનુસાર આ સુર્યગ્રહણ કાળ પુરુષના બીજા ભાવ એટલે કે ધન ભાવમાં થઈ શકે છે. આની સંપૂર્ણ અસર વિશ્વની ઉંમર પર પણ પડશે. કેતુ વૃશ્ચિક રાશિમાં બેઠું છે. આ સુર્યગ્રહણ પર ચતુર્થી યોગ બનશે. એવી સ્થિતિમાં જ્યારે રાહુ અને બુધ મળે છે ત્યારે કુદરતી આપત્તિઓ સર્જાય છે. આ ઉપરાંત ભૂકંપ, ભૂસ્ખલન અથવા અગ્નિકાંડ થવાની સંભાવના પણ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

2021 surya grahan Dharma solar eclips suryagrahan Solar Eclipse

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ