બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / surendranagar-2-accused-arrested-in-chain-snatching-offense

NULL / ક્રિકેટના સટ્ટામાં હાર થતાં ચોરીના રવાડે ચડેલ 2 શખ્સો પોલીસ સકંજામાં

vtvAdmin

Last Updated: 05:50 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સુરેન્દ્રનગર જિલ્લો જાણે ગુન્હાખોરીનું હબ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. લૂંટ હત્યા ફાયરિંગ જૂથ અથડામણ ચોરી જેવા અનેક બનાવો સામાન્ય બની ગયા છે.ત્યારે લીંબડી પોલીસે હાઇવે પરથી સોનાના દાગીનાની ચીલ ઝડપ કરનાર બે આરોપીઓને પોલીસે દબોચી લેતા લીંબડી સહીત અનેક જિલ્લામાં ચીલઝડપના ભેદો ખુલ્યા હતા.

આ ઘટનાની મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરના લીંબડી ખાતે વીપુલ સોસાયટીમાં રહેતા સિનિયર સીટીઝન વિલાસબેન તથા તેમના પતિ થોડા દિવસ પહેલા સાંજના સમયે વોકિંગમાં નિકળ્યા હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સો મહિલાના ગળામાંથી 10 ગ્રામ સોનાનો ચેઇનને ઝૂટવી લૂંટ કરીને નાસી ગયા હતા.

જે અંગે ભોગ બનનાર મહિલાના પતિ જયંતીલાલ ત્રિભોવનદાસ શાહ એ લીંબડી પોલીસ મથકે લૂંટ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે જિલ્લા પોલીસવડાની સૂચનાથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી હતી અને બાતમીના આધારે લીંબડી ઊંટડી પુલ ઉપરથી આરોપીઓ યુનુસ ઈસાભાઈ રાધાનપરા ઘાંચી ઉંમર વર્ષ 44 રહેવાસી-શિહોર જિલ્લો ભાવનગર તથા રસુલ મહેબૂબભાઈ સૈયદ ઘાંચી ઉંમર વર્ષ 35 રહેવાસી-શિહોર જિલ્લો ભાવનગર વાળાને મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને પુછપરછ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આરોપીઓ પાસેથી સોનાનો ચેઇન અને બાઈક સહિત કૂલ રૂપિયા 40000 /- નો મુદામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે આરોપી યુનુસ રાધાનપરાએ અગાઉ રાજકોટ ભાવનગર અમરેલી સાવરકુંડલા સહિતના શહેરોમાં અંદાજે 17 જેટલા ચેઇન સ્નેચિંગના ગુન્હાઓમાં તેમજ આરોપી રસુલ સૈયદ ઘાંચીએ પણ મહુવા ખાતે પશુ ચોરીના ગુન્હાઓમાં ઝડપાયેલ હોવાનું બહાર આવ્યું હતું.ક્રિકેટના સટ્ટામાં હારી જવાથી દેણું થઇ જતા બંને ચોરીના રવાડે ચડ્યા હોવાનું પણ આરોપીઓએ જણાવ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ