બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / સુરતના સમાચાર / Surat childless couple adopts a 45 days old baby girl

સલામ / પોતાની નહીં પરંતુ પારકી દીકરીનો જીવ બચાવવા ઘરવખરી સુદ્ધાં વેચી કાઢી, કહાની સાંભળી રડી પડશો

Published By: Dhruv

Last Updated: 10:10 PM, 25 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક માતાપિતા પોતાના સંતાનો માટે દિવસ-રાત એક કરતાં હોય છે અને તેમાં પણ જ્યારે માતાપિતા પાસે ભરપૂર સગવડ હોય અને લાડકવાયું એક માત્ર સંતાન હોય તો પછી તેના ઉછેર માટે જીવ રેડી દેતા હોય છે. તો વળી કેટલાંક નિઃસંતાન દંપતી દત્તક લીધેલા સંતાનનો ખૂબ જતનપૂર્વક ઉછેર કરતાં હોય છે. પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, સંતાન પોતાનું ન હોય છતાં તેના ઉછેર માટે કોઈ દંપતિએ પોતાનું સર્વસ્વ હોમી દીધું હોય!

  • હેનીને જીવાડવા આ દંપતિએ હોમી નાખ્યું પોતાનું સર્વસ્વ
  • હેનીને મોતના મુખમાંથી છોડાવવા માટે દંપતીએ જે સંઘર્ષ કર્યો છે તેની આગળ ગમે તેવી પ્રશંસા પણ ફીકી પડે

તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, કોઈ દંપતીએ પારકાના સંતાન માટે પોતાનું તન, મન, ધન,  અને ધર તેમજ સંબંધો દાવ પર લગાવી દીધા હોય. આ નાનકડી પરી કે જેનું નામ હેની છે. રમકડા સાથે રમી રહેલી હેની તેના વિસ્મય જગતને સંતોષી રહી છે. પરંતુ આ નાનકડી દીકરી કે જેનાં રૂપાળા ચહેરા પર જોવા મળતા ડાઘ જોઇને તમને એમ થશે કે ભગવાને આ દીકરીને ડાઘ કેમ આપ્યા હશે? પરંતુ આ પરી જેવી દીકરીના ચહેરા પરના આ ડાઘ પાછળ એક હૈયું કંપાવી નાખનારી અને ક્યારેય ન ભુલાય તેવી કહાની છે.

Surat baby girl
હેનીનો અનોખો ઉછેર

હેનીની સમગ્ર ઘટના જાણી આપનું હૃદય દ્રવી ઉઠશે

ઘટના જાણીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે. વાત એમ છે કે 16 જાન્યુઆરી-2019નાં દિવસે સુરતના વેલંજા વિસ્તારમાં આવેલા હેનીના ઘરમાં ગેસસિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. દીકરી હેની ત્યારે દોઢ માસની હતી. સિલિન્ડર બ્લાસ્ટનાં કારણે ઘરમાં આગ લાગી હતી. આગમાં સંપૂર્ણ ઘર સ્વાહા થઈ ગયું હતું. હેની પલંગ પર સૂતી હતી જેને તેના પિતાએ બચાવી લીધી હતી. એ આગમાં હેની 75 % દાઝી ગઈ હતી. એ વિકરાળ આગમાં હેનીનાં માતા-પિતા, ભાઈ અને નાની મૃત્યુ પામ્યા હતાં.

હવે તમને થશે કે આ આગમાં હેનીનાં માતા- પિતા મૃત્યુ પામ્યા છે તો પછી હેનીને હેતથી વહાલ કરીને તેનો સારી રીતે એક દંપતી ઉછેર કરી રહ્યું છે કે જેમનું નામ છે કાજલબેન લીંબાચીયા અને દિનેશભાઈ લીંબાચીયા. હેની જે રીતે રમતી અને હસતી દેખાય છે તેના મૂળમાં આ દંપતીનો અથાક પ્રયત્ન સમાયેલો છે. પોતાની સગી દીકરી નહીં હોવા છતાં હેનીને મોતના મુખમાંથી છોડાવવા માટે આ દંપતીએ જે સંઘર્ષ કર્યો છે તેની આગળ ગમે તેવી પ્રશંસા પણ ફીકી પડે તેમ છે. 45 દિવસની હેનીને જ્યારે વિકરાળ આગે લપેટમાં લઈ લીધી હતી ત્યારે હેની 75 ટકા દાઝી ગઈ હતી. તેના બચવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ હતી. પરંતુ તે વખતે આ લીંબાચિયા દંપતી તેની વહારે આવ્યું.
 

હેની પાછળ દંપતિએ આજ દિન સુધીમાં ખર્ચી નાખ્યા એકવીસ લાખ રૂપિયા

લીંબાચિયા દંપતિએ હેનીની જવાબદારી લીધી તે પછી તેમનાં જીવનનો ઉદેશ્ય બદલાઈ ગયો. તેમના જીવનનો એક માત્ર મકસદ રહ્યો કે હેનીને મોતના મુખમાંથી ગમે તે રીતે છોડાવવી. તેમણે હેનીની સારવાર શરૂ કરાવી. પરંતુ ખર્ચ દિવસેને દિવસે વધતો જતો હતો અને બીજી બાજુ સગાવહાલાંઓ પણ નિલેશભાઈથી મોં ફેરવતા જતા હતાં. છતાં નિલેશભાઈએ હેની માટે પોતાનું સર્વસ્વ હોમવાનું શરૂ રાખ્યું. ત્યાં સુધી કે કામધંધો મૂકીને તેઓ હેનીની સારવાર પાછળ જ સમય ખર્ચવા લાગ્યા. હેનીને જીવાડવા માટે સ્પેશિયલ દૂધની કીટ પાછળ રોજ અગિયારસો રૂપિયાનો ખર્ચ ઉપરાંત દવાદારૂનાં ખર્ચ પાછળ લીંબાચિયા દંપતીએ આજ સુધીમાં એકવીસ લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે. હેનીની સારવાર માટે નિલેશભાઈએ તેમની પત્નીનાં ઘરેણા, પોતાનાં સ્ટુડિયોનાં કેમેરા બધું વેચી નાખ્યું છે.

એક સમયે કોમળ હેની આગની જવાળાએ દાઝી હતી. પરંતુ આજે હેની માટે લાગણીઓનો શીતળધોધ વહી રહ્યો છે. નિલેશભાઈનાં કેટલાંક ડોક્ટર મિત્રોએ પણ હેનીને મદદ કરીને નિલેશભાઈને બળ પૂરું પાડ્યું છે. હેનીને સવાયા પાલક માતાપિતા મળ્યાં છે. દેવું કરીને પણ દીકરીને જીવાડવા માટે આ પાલક માતાપિતાએ જે પ્રયત્નો કર્યા છે તેમને મદદ માટે હવે લોકો આગળ આવવા લાગ્યા છે. જો કે તેમ છતાં આ લીંબાચિયા દંપતીએ પાલક માતા પિતા તરીકે જે જવાબદારી નિભાવી છે તે પ્રેરણાદાયી તો છે જ પરંતુ આશ્ચર્યથી પણ ઓછી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Child Adopt VTV vishesh VTV વિશેષ baby girl childless couple gujarat surat કાજલબેન લીંબાચીયા દિનેશભાઈ લીંબાચીયા લીંબાચિયા દંપતિ સુરત હેની Salute

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ