બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / supriya sule welcome ajit-pawar in vidhan sabha ncp congress

રાજનીતિ / અજિત પવાર વિધાનસભા પહોંચ્યા ત્યારે શરદ પવારની દીકરીએ તેમની સાથે જે કર્યું તે જોઈને સૌ રહી ગયા દંગ

Ravi

Last Updated: 12:09 PM, 27 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

24 કલાકમાં મહારાષ્ટ્રની રાજનૈતિક તસવીર બદલાઈ ગઈ. કાલે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા પરંતુ હવે ઉદ્ધવ ઠાકરે આ પદ સંભાળવા જઈ રહ્યા છે. એનસીપીને છોડીને ભાજપ સાથે ગયેલાં અજીત પવાર ફરી શરદ પવારની છાવણીમાં જોડાયા. આવામાં એનસીપી નેતા સુપ્રિયા સુલે એ તેમનું સ્વાગત કર્યું છે. સુપ્રીયાનું કહેવું છે કે નાની-મોટી તકલીફો ચાલતી રહે. બુધવાર સવારે અજીત પવાર પણ વિધાનસભા પહોંચ્યા, જ્યાં સુપ્રિયા સુલેએ ગળે મળીને અજીત પવારનું સ્વાગત કર્યું.

 

  • જ્યારે અજિત વિધાનસભા પહોંચ્યા સુપ્રીયા ભેટી પડી
  • અજિત પવાર પરત ફરતાં સુપ્રિયાએ કહ્યું - આ તેમનું ઘર છે

 

સુપ્રિયા સુલે એ કહ્યું, ' જિંદગીમાં ક્યારેક સારા દિવસ હોય છે, તો ક્યારેક ખરાબ.. નાની-મોટી તકલીફો ચાલતી રહે છે, આમાં સ્વાગત કરવા જેવી કોઈ વાત નથી.'

સુપ્રિયાએ ગળે મળીને અજીત પવારનું સ્વાગત કર્યું 

કોંગ્રેસ-એનસીપી અને શિવસેના એક સાથે આવતા સુપ્રિયા સુલેએ કહ્યું કે બધા જ તેમના એજન્ડા પર આગળ વધી રહ્યા છે. કોઈ મુશ્કેલી ન આવે તે માટે CMP બનાવ્યું છે જેના આધારે બધા આગળ વધી રહ્યા છે.  તેમણે કહ્યું કે અમારું ધ્યાન સુશાસન પર રહેશે.

 

 

અજીત પવાર પાછા આવ્યા !

શનિવારે, જ્યારે અજિત પવારે પાર્ટી બદલતી વખતે દેવેન્દ્ર ફડણવીસ સાથે શપથ લીધા ત્યારે બધા ચોંકી ગયા હતા. બીજેપી તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે અજીત પવારની સાથે એનસીપીના કેટલાક વિધાયકો છે અને તેમની પાસે બહુમત છે. પરંતુ મગળવારે સંપૂર્ણ ગેમ પલટાઈ ગઈ અને અજીત પવારે ડેપ્યુટી સીએમ પદ પરથી રાજીનામું આપ્યું.

તે પછી દેવેન્દ્ર ફડણવીસે પણ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું. મોડી સાંજે અજિત પવારે પોતાના કાકા અને એનસીપીના પ્રમુખ શરદ સાથે મુલાકાત કરી, ત્યાં સુપ્રિયા સુલે પણ હાજર હતા. એનસીપી નેતાઓ તરફથી વારંવાર અજીત પવારને મનાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી અને છેલ્લા ત્રણ દિવસમાં ઘણી વખત તેમની સાથે મુલાકાત કરવામાં આવતી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Ajit Pawar BJP Maharashtra Maharashtra Political Crisis NCP Shivsena Supriya Sule congress maharashtra politics politics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ