બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Supreme Court issues notice on petition by wrestlers alleging sexual harassment against WFI chief

વિરોધ / કુશ્તીબાજોના ધરણાં, SCનો 'પંચ': કોર્ટે પોલીસ અને સરકારને નોટિસ ફટકારી પૂછ્યો સવાલ, કહ્યું 'મામલો ગંભીર'

Pravin Joshi

Last Updated: 01:51 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેસલર્સ પ્રોટેસ્ટઃ રેસલિંગ ફેડરેશનમાં યૌન ઉત્પીડનના મામલામાં કુસ્તીબાજોની અરજી પર સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ અને સરકારને જવાબ આપવા કહ્યું છે.

  • કુસ્તીબાજો ફરી એકવાર વિરોધ કરવા જંતર-મંતર પહોંચ્યા
  • બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ 
  • 7 મહિલા રેસલર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી
  • કુસ્તીબાજોની અરજી પર દિલ્હી પોલીસ અને સરકારને નોટિસ જાહેર કરી 


સુપ્રિમ કોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆરની માંગ કરતી કુસ્તીબાજોની અરજી પર દિલ્હી પોલીસ અને સરકારને નોટિસ જાહેર કરી છે. સોમવારે 7 મહિલા રેસલર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવતા FIRની માંગ કરવામાં આવી હતી.

ખેલાડીઓની માંગ પર દિલ્હી પોલીસ અને દિલ્હી સરકાર પાસેથી જવાબ માંગ્યો 

મંગળવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને પીએસ નરસિમ્હનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. તેને ગંભીર મામલો ગણાવતા બેંચે એફઆઈઆર નોંધવાની ખેલાડીઓની માંગ પર દિલ્હી પોલીસ અને દિલ્હી સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. કેસની આગામી સુનાવણી 28 એપ્રિલે કોર્ટમાં થશે. ત્રીજા દિવસે પણ ખેલાડીઓ હડતાલ પર


જાન્યુઆરીમાં રેસલિંગ ફેડરેશનના પ્રમુખ સામે મોરચો ખોલ્યો હતો

કુસ્તીબાજોએ આ વર્ષે જાન્યુઆરીમાં રેસલિંગ ફેડરેશનના પ્રમુખ સામે મોરચો ખોલ્યો હતો. તે સમયે કુસ્તીબાજો સાથે વાત કર્યા બાદ રમત મંત્રાલયે મેરી કોમની અધ્યક્ષતામાં એક મોનિટરિંગ કમિટીની રચના કરી હતી. આ સમિતિએ આરોપોની તપાસ કરવાની સાથે સાથે કુસ્તી સંઘના રોજિંદા કામને પણ જોવું પડ્યું હતું.ચાર દિવસ પહેલા 21મી એપ્રિલે ખેલાડીઓએ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ કરીને મોરચો ખોલ્યો હતો. તે જ દિવસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર અંગે દિલ્હી પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી. ખેલાડીઓનો આરોપ છે કે દિલ્હી પોલીસે સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો ઈન્કાર કર્યો હતો. આ પછી, 23 એપ્રિલે ખેલાડીઓ ફરી એકવાર વિરોધ કરવા જંતર-મંતર પહોંચ્યા.

રેસલિંગ એસોસિએશનની ચૂંટણી પર પ્રતિબંધ

કુસ્તીબાજો હડતાળ પર બેસી ગયાના બીજા દિવસે સોમવારે એક મોટો નિર્ણય લેતા ખેલ મંત્રાલયે કુસ્તી સંઘની ચૂંટણી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ ચૂંટણી આવતા મહિને યોજાવાની હતી. રમત મંત્રાલયે કહ્યું છે કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એક એડહોક કમિટી બનાવશે. આ કમિટી 45 દિવસમાં રેસલિંગ ફેડરેશનની ચૂંટણી કરાવશે. IOA કમિટી ખેલાડીઓની પસંદગી પણ કરશે અને ફેડરેશનના રોજિંદા કામકાજનું પણ ધ્યાન રાખશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ